ધોળા દિવસે PNB બેંકમાં ફિલ્મીઢબે ચોરીનો લાઈવ વિડીયો- બે ગાર્ડને ગોળી મારી 12 લાખ લુંટ્યા

Robbery in PNB bank Bihar: ગુરુવારે સારણના સોનપુરમાં પંજાબ નેશનલ બેંકમાં ઘોળા દિવસે લૂંટ (Bank Robbery) થઈ હતી. આ દરમિયાન 5 બદમાશોએ 2 હોમગાર્ડ જવાનોને…

Robbery in PNB bank Bihar: ગુરુવારે સારણના સોનપુરમાં પંજાબ નેશનલ બેંકમાં ઘોળા દિવસે લૂંટ (Bank Robbery) થઈ હતી. આ દરમિયાન 5 બદમાશોએ 2 હોમગાર્ડ જવાનોને ગોળી મારી દીધી હતી. તેમાંથી એકનું મોત થયું છે અને બીજાને માથામાં ગોળી વાગી છે અને અન્ય એકને છાતી પર ગોળી વાગી છે, તેને ગંભીર હાલતમાં પટનાના પીએમસીએચ (PMCH) માં રીફર કરવામાં આવ્યો છે. હાલ લૂંટની (Bank Robbery) રકમ 12 લાખ જણાવવામાં આવી રહી છે.

જો કે, સારણ એસપી ગૌરવ મંગલાના જણાવ્યા અનુસાર, લૂંટની સંપૂર્ણ રકમની માહિતી હજુ સુધી મળી નથી. લૂંટ બાદ તમામ બદમાશો બેંકની બહાર ફાયરિંગ કરીને ભાગી ગયા હતા. આ ઘટના ડીઆરએમ ઓફિસ પાસેની બ્રાન્ચની છે. બપોરના સાડા બાર વાગ્યે બદમાશો બેંકની અંદર ઘૂસ્યા હતા.

આ સમગ્ર ઘટના બેંકની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બેંકમાં રાબેતા મુજબ કામ ચાલી રહ્યું છે. ત્યારે જ 5 છોકરાઓ બેંકની અંદર પ્રવેશે છે. થોડી વાર પછી બધા પોતપોતાના ખિસ્સામાંથી પિસ્તોલ કાઢે છે અને ત્યારે ગાર્ડ સક્રિય થાય છે અને ગુનેગારો તરત જ ગોળીબાર શરૂ કરે છે.

એક છોકરો છાતીમાં ગાર્ડને ગોળી મારી છે, ત્યારે ગાર્ડ પણ તેની રાઈફલ ઉંચી કરીને ગોળી મારવાનો પ્રયાસ કરે છે પરંતુ ગાર્ડ ગોળી મારે તે પહેલા જ ગાર્ડને ગોળી વાગી ચુકી હતી. તેથી ગાર્ડ જમીન પર પડી જાય છે અને બદમાશ ગાર્ડની રાઈફલ લઈને અંદર જાય છે.

બેંકમાં હાજર મહિલા કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બેંકમાં સામાન્ય કામ ચાલી રહ્યું હતું. 12:30ની આસપાસ 5 લોકો બેંકમાં ઘૂસ્યા હતા. થોડી જ વારમાં ઝડપી ગોળીબાર શરૂ થઈ ગયો. અમે ડરી ગયા, લોકો બૂમો પાડવા લાગ્યા અને શું કરવું તે સમજાતું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *