Five state elections 2023: સીવોટર એ 5 રાજ્યોમાં અંતિમ ઓપિનિયન પોલ(Five state elections 2023) હાથ ધર્યો છે. આ સર્વેમાં લગભગ 63 હજાર લોકો સાથે વાત કરવામાં આવી છે. સર્વેમાં ભૂલનું માર્જિન વત્તા માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.
મધ્યપ્રદેશના 42 ટકા લોકો કમલનાથને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. આ મામલે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ (38 ટકા) બીજા સ્થાને છે. સર્વે અનુસાર, રાજ્યમાં કોંગ્રેસને બહુમતી મળી શકે છે.
સર્વે અનુસાર, રાજસ્થાનના સૌથી વધુ 41 ટકા લોકો અશોક ગેહલોતને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. જ્યારે બીજેપીના વસુંધરા રાજે બીજા ક્રમે છે, જેમને 25 ટકા લોકો સીએમ તરીકે જોવાનું પસંદ કરે છે. જો કે સર્વે મુજબ ભાજપને રાજ્યમાં બહુમતી મળતી જોવા મળી રહી છે.
સીવોટરના સર્વે(Five state elections 2023) અનુસાર, છત્તીસગઢમાં 46 ટકા લોકો ભૂપેશ બઘેલને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તે જ સમયે, રમણ સિંહ બીજા સ્થાને છે, જેમને રાજ્યના 21 ટકા લોકો મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે.
સીવોટરના સર્વે(Five state elections 2023) મુજબ તેલંગાણામાં CM માટે KCR પહેલી પસંદ છે. 37 ટકા લોકો ઈચ્છે છે કે કેસીઆર ત્રીજી વખત મુખ્યમંત્રી બને. જ્યારે 31 ટકા લોકો ઈચ્છે છે કે રેવંત રેડ્ડી મુખ્યમંત્રી બને. સર્વે મુજબ બીઆરએસને બહુમતી મળતી દેખાઈ રહી છે.
મિઝો નેશનલ ફ્રન્ટ પાર્ટીના જોરામથાંગા હાલમાં મિઝોરમના મુખ્યમંત્રી છે. સીવોટર સર્વેમાં તેમની જ પાર્ટીને બહુમતી મળી છે. આવી સ્થિતિમાં ઝોરામથાંગા રાજ્યના મુખ્યમંત્રી બને તેવી અપેક્ષા છે.(Five state elections 2023)
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube