સાયબર સેલે (Cyber Cell) ઈન્સ્ટન્ટ લોન (Instant Loan) ના નામે બ્લેકમેઈલિંગ અને છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં ચીનની મહિલા સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા લોકો પાસેથી ત્રણ લેપટોપ, એક હાર્ડ ડિસ્ક અને 17 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આ ટોળકીએ અંદાજે 150 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ ટોળકી સર્વર પર લોકોનો ડેટા અપડેટ કરતી હતી. આ સર્વર ભારત અને ચીનમાં પણ કામ કરતું હતું.
ચીની મહિલાનું નામ યુઝાંગ છે અને અન્ય આરોપીનું નામ વિનીત છે. પકડાયેલા લોકો પાસેથી પોલીસને ત્રણ લેપટોપ, એક હાર્ડ ડિસ્ક અને 17 મોબાઈલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેમને એવી ફરિયાદો મળી રહી હતી કે લોન ભરપાઈ થયા બાદ પણ ગેંગના સભ્યો પૈસાની માંગણી કરતા હતા. ના પાડવા પર તેઓ તેમના મોર્ફ ફોટો વાયરલ કરવાની ધમકી આપતા હતા અને પૈસા વસૂલતા હતા. આમ છતાં ધાકધમકીનો સિલસિલો ચાલુ રહ્યો.
ખરેખર, આ ગેંગ લોન આપતા પહેલા શરતો સાથે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેતી હતી. આ દરમિયાન, આ લોકોને ફોનમાં ડાઉનલોડ કરેલી કેટલીક એવી એપ્લિકેશન મળી જતી, જેના દ્વારા ફોન હેક થઈ શકે છે. આ પછી, ફોનની મીડિયા ફાઇલમાં હાજર તમામ ફોટા અને તમામ સંપર્કો તેમના સુધી પહોચી જતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન તેમને જાણવા મળ્યું કે આવી 100 થી વધુ એપ્સ છે જે ઇન્સ્ટન્ટ લોનના નામે પર્સનલ ડેટા એક્સેસ કરવાની પરવાનગી માંગતી હતી. કેસોમાં કાર્યવાહી કરતા સાયબર પોલીસે છેલ્લા કેટલાક દિવસોમાં 22 લોકોની ધરપકડ કરી છે. આ નેટવર્ક દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક જગ્યાએ ફેલાયેલું છે. પોલીસે આરોપીઓ પાસેથી મળી આવેલી વસ્તુઓની તપાસ હાથ ધરી છે.
આ કેસમાં સાયબર સેલના ડીસીપી પ્રશાંત ગૌતમે કહ્યું, “તપાસમાં સામે આવ્યું છે કે યુઝાંગ અને વિનીત કેટલાક અન્ય ચીની નાગરિકો માટે કામ કરતા હતા. આ લોકોએ તેમના બોસ સાથે મળીને લગભગ 150 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.