બંગાળની ખાડી સાથે ટરકાશે ‘માઈચૌંગ’ વાવાઝોડું, 80 km પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

Cyclone Michaung: બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. તેના કારણે…

Cyclone Michaung: બંગાળની દક્ષિણપૂર્વ ખાડી અને તેની નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનો લો પ્રેશર એરિયો હવે સંપૂર્ણપણે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ ગયો છે. તેના કારણે બંગાળની દક્ષિણપૂર્વ ખાડી બાજુ વાવાઝોડું માઈચૌંગ (Cyclone Michaung) આવી રહ્યું છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે આજે આ અંગે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં હવામાનમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જે વાવાઝોડાનું રૂપ પણ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, જે પ્રમાણે હવામાનની સ્થિતિ બની છે તે પ્રમાણે તેના પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ વધવાની આશા વય્ક્ત કરી છે.

આ હવામાનની સ્થિતિ ધીમે-ધીમે 30 નવેમ્બર સુધી બંગાળની ખાડીના દક્ષિણમાં એક ઊંડો લો પ્રેશર એરિયો બની શકે છે. એ વાતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેનાથી વધુ મજબૂતી મળશે. આવનાર 48 કલાકની અંદર દક્ષિણ-પશ્ચિમ અને તેની નજીક દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી ઉપર આ એક ચક્રવાતી વાવાઝોડું ‘માઈચૌંગ’માં ફેરવાઈ જશે.

વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, નિકોબાર ટાપુઓના મોટા ભાગના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તારીખ 29 નવેમ્બરથી લઈને 1 ડિસેમ્બરની વચ્ચે નિકોબાર ટાપુઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આંદામાન ટાપુઓમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તારીખ 30મી નવેમ્બરે પણ ભારે વરસાદ પડી શકે છે.

80 km પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન
IMDએ જણાવ્યું છે કે, 25-35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાશે જે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચવાનું પણ અનુમાન લગાવી રહ્યા છે. આ પવનો તારીખ 29 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્રને અડીને આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ફૂંકાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. 30 નવેમ્બરે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં 40-50 કિમી પ્રતિ કલાકથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

તારીખ 1 ડિસેમ્બર સુધીમાં આ પવનની ઝડપ 50-60 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાનું અનુમાન લગાવી રહ્યા છે. તારીખ 2 ડિસેમ્બરે આ પવન 60-70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 80 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

ઓડિશા સરકાર એલર્ટ પર
દરમિયાન, ઓડિશા સરકારે દક્ષિણ આંદામાન સમુદ્રમાં ઓછા દબાણના વિસ્તાર વચ્ચે રાજ્યના સાત તટીય જિલ્લાઓને એલર્ટ પર મૂક્યા છે. બાલાસોર, ભદ્રક, કેન્દ્રપારા, જગતસિંહપુર, પુરી, ખુર્દા અને ગંજમ જિલ્લાના કલેક્ટરને લખેલા પત્રમાં, વિશેષ રાહત કમિશનર સત્યબ્રત સાહુએ જણાવ્યું હતું કે દક્ષિણ આંદામાન સમુદ્ર પર નીચા દબાણવાળા વિસ્તારને કારણે નીચા દબાણ અને તેના પછીનું ઘનીકરણ થવાની સંભાવના છે. તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *