CCTV વગરના સિંગણપોર પોલીસ સ્ટેશનનું વધુ એક કારસ્તાન: નકલી આયુષ્યમાન કાર્ડ કાઢનારને પકડવા સમય નથી

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ ડભોલી સિંગણપોર પોલીસ સ્ટેશનનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ રાજકીય ઈશારે કાર્યવાહી થતી હોવાના આક્ષેપો લાગી ચુક્યા છે અને અહીનો સ્ટાફ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ન હોવાનો ગેરફાયદો ઉઠાવીને ગમે તેને આરોપી બનાવીને હેરાન કર્યા હોવાની વાતો પણ સામે આવી ચુકી છે. ત્યારે હવે વધુ એક છબરડો સામે આવતા ફરીથી આ પોલીસ સ્ટેશનના અમલદારો અને અધિકારીઓ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

સુરતમાં બનાવટી દસ્તાવેજ ઉભા કરીને લોકો પાસે પૈસા પડાવીને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવાનું રેકેટ બહાર આવ્યું છે. ભોગ બનનાર ખીમજી મોણપરાએ આ સમગ્ર કૌભાંડ અંગે 20 ઓગષ્ટના રોજ સિંગણપોર પોલીસ મથકમાં અરજી આપી હતી. જેમાં આરોપીઓના નામ અને મોબાઈલ નંબર પણ આપ્યા છે. આ ઉપરાંત અરજીમાં પૈસા લઈને 1000થી વધુ લોકોના બોગસ કાર્ડ કાઢી આપ્યાનું પણ જણાવ્યું છે. લોકોની સારવાર માટે રાહત બની રહેતાં આયુષ્યમાન કાર્ડ સરકારી દસ્તાવેજ છે. જોકેઆવા બોગસ કાર્ડ તૈયાર કરનારા સામે હજુ સુધી કાર્યવાહી થઇ નથી. અને સિંગણપોર પોલીસ પર આ બાબતે હવે સુરત પોલીસ કમિશ્નર શું કાર્યવાહી કરશે તેની રાહ જોવાઈ રહી છે.

આ ઘટનાની હકીકત એવી છે કે, સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ દર વષે પોતાના સમાજ ઉપરાંત ગામનો સ્નેહ મિલન સમારોહ યોજે છે. તેમાં ડાયરો ઉપરાંત ભોજન સમારંભ પણ યોજાય છે. ચોગઠ ગામના સમારોહમાં ઉપસ્થિત સમાજના ઓછું ભણેલા લોકોને લેભાગુ તત્વોએ છેતરવાનું કામ કર્યાનો આક્ષેપ કેટલાક લોકોએ કર્યો છે. સમારોહમાં અટલ પેન્શન યોજનાનેશનલ પેન્શન યોજનાપાન કાર્ડઆધારકાર્ડમાં સુધારાડ્રાઈવિંગ લાયસન્સ અને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા ટેબલ મુકાયા હતા. જેમાં નામોની નોંધણી કરાયા બાદ કેટલાક તત્વોએ લોકો પાસે પૈસા વસુલીને આયુષ્માન કાર્ડ આપ્યા તે બોગસ નિકળ્યા હતા.

ફરિયાદી ખીમજીભાઈને દોઢેક માસ પહેલાં હાર્ટ એટેક આવતાં ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા બાદ ઓપરેશન કરાયું હતું. તે વેળા તેમણે રજૂ કરેલો આયુષ્માન કાર્ડ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. આયુષ્માન કાર્ડને લીધે વિનામૂલ્યે સારવાર થશે તે માનીને હોસ્પિટલમાં દાખલ થયેલા પરિવારે હોસ્પિટલનું બિલ પરિચિતો પાસે ઉધાર લઇને ચુકવવું પડયું હતું.

શું હતી સમગ્ર ઘટના જુઓ વિડીયો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *