સરકારી હોસ્પિટલમાંથી એક માસના બાળકની ચોરી- માતા સેજ આમતેમ થઇ ને… CCTV ચેક કરતા થયો મોટો ઘટસ્ફોટ

ગુજરાત(Gujarat): દાહોદ(Dahod)ના ધાનપુર(Dhanpur) સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ(Child abduction) કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અપહરણની ઘટનાને 24 કલાક…

ગુજરાત(Gujarat): દાહોદ(Dahod)ના ધાનપુર(Dhanpur) સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ(Child abduction) કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અપહરણની ઘટનાને 24 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો છે તેમ છતાં પણ બાળક હજુ સુધી મળ્યું નથી. બાળકની શોધખોળ માટે LCB, SOG સહિત 6 ટીમો બનાવવામાં આવી છે અને બાળકની તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ધાનપુર, દેવગઢબારીઆ, લીમખેડાની ટીમો શોધખોળમાં જોડાઇ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, હોસ્પિટલમાં લાગેલા CCTV કેમેરા ચેક કરવામાં આવ્યા તો 2 વર્ષથી બંધ હાલતમાં પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે, ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 1 મહિનાના બાળકનું આરોગ્ય કેન્દ્રમાંથી અપહરણ થતાં પોલીસ પણ દોડતી થઇ ગઈ છે. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલા સાથે આ પ્રકારનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, બાળકને દૂધ પીવડાવવાના બહાને બુકાનીધારી મહિલાએ મોટા બાળક પાસેથી બાળક ઉઠાવી લીધું છે. બપોરના સમયે 2 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હાલ પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 1 મહિનાનું બાળક ગુમ થયાને 24 કલાક કરતા પણ વધારે સમય વીતી ચુક્યો છે, પરંતુ બાળક શોધવામાં પોલીસને સફળતા મળી નથી. બાળકને શોધવા LCB, SOG, ધાનપુર, દેવગઢબારીઆ, લીમખેડા, રણધીકપુર સહિતની 6 ટીમો બનાવવામાં આવી છે અને કામે લાગી ગઈ છે.

પોલીસ દ્વારા કુટુંબ નિયોજન કરાવવા આવેલા 34 જેટલા દર્દી, ગઈકાલે હોસ્પિટલમાં નોંધાયેલી ઓપીડી, તેમજ છેલ્લા 1 માસમાં થયેલી ડીલીવરીના કેસમાં મહિલાઓના ઘરે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, હોસ્પિટલમાં લાગેલા CCTV પણ છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં પડ્યા હોવાનું સામે આવ્યું છે. જો હોસ્પિટલમાં CCTV શરુ હોત તો કદાચ ગુમ થયેલ બાળકને શોધવામાં પોલીસને થોડી રાહત મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *