દાહોદ(ગુજરાત): હાલમાં દાહોદ(Dahod) જિલ્લાના દેવગઢબારિયા(Devgadhbaria)થી એક ચોકાવનારી આત્મહત્યા(Suicide)ની ઘટના સામે આવી છે. જેમાં એક પુત્રએ સાવકી માતા અને પિતાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે. પોલીસ(police) દ્વારા આ મામલે સાવકી માતા(Stepmother) અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, દેવગઢબારિયા તાલુકાનાં ઝાપટિયા ખાતે રહેતા સુબતભાઈ રાઠવાના લગ્ન ધાનપુર તાલુકાનાં કાનદારપુરા ખાતે કંપાબેન સાથે થયા હતા અને તેમના સુખી સંસાર જીવનમાં એક પુત્ર પણ હતો. પરંતુ, છેલ્લા થોડા વર્ષોથી ઝાપટિયા ગામની જ મહિલા સાથે સુબતભાઈની આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો અને પ્રેમમાં અંધ બનેલા સુબતભાઈ પ્રેમિકાને બીજી પત્ની તરીકે લાવવા માટે અવારનવાર ઝગડા કરી અંતે પોતાની પ્રેમિકાને બીજી પત્ની તરીકે ઘરમાં લઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળ્યું છે કે, પ્રેમાંધ બનેલા સુબતભાઈ પ્રેમિકા સાથે મળી બંને માતા પુત્રને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેને પગલે છેલ્લા 4 મહિનાથી કંપાબેન પોતાના પીયર ચાલ્યા ગયા હતા અને પુત્ર જિતેન્દ્ર ઝાપટીયા ખાતે રહી અભ્યાસ કરતો હતો. આ ઉપરાંત ક્યારેક મામાના ઘરે જઈને તેની માતાને પણ મળતો હતો. પરંતુ, જિતેન્દ્રને સાવકી માતા અને સગો પિતા બંને જણા મળી અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા રહેતા અને માર મારી તેને ઘર છોડી દેવા પણ કહેતા હતા.
આ બંનેના ત્રાસથી કંટાળી જિતેન્દ્રએ છેવટે આજે ઘર નજીક આવેલ કૂવામાં પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાની જાણ તેની માતાને થતાં તેના પગ નીચે જમીન સરકી ગઈ હતી. તેના આપઘાત પાછળ જવાબદાર તેના પિતા અને સોતનને જવાબદાર ઠેરવી બંને વિરુધ્ધ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોધાવવામાં આવી છે. જેથી પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે દૂષપ્રેરણાનો ગુનો નોધી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.