હાલ એક તરફ કોરોના વાયરસના કારણે લોકો વચ્ચે ડર નો માહોલ છે. અને બીજી તરફ લોકોને રોજગારી નથી મળી રહી અને ઘરે બેઠા રહ્યા છે. લોકોને ખાવાના પણ ફાફા પડી રહ્યા છે. હાલ સોસીયલ મીડિયામાં દલિત સમાજનો વિડીયો વાયરલ થયો છે, જેમાં દલિત સમાજે મોટા પાયે મોરચો કાઢ્યો છે. સુરત કલેકટર કચેરી ખાતે દલિત સમજે મોરચો કાઢ્યો હતો.
દલિત સમાજનું કહેવું છે કે, “કોરોના વાયરસના કારણે લોકડાઉન દરમિયાન કોઈપણ પ્રકારનું રાશન મળતું નથી, અને ઘણા દલિત લોકોના રાશન કાર્ડ જ કેન્સલ કરી નાખ્યા હતા અને સાથે-સાથે એ પણ જણાવ્યું હતું કે તેઓને રોજગારી પણ નથી મળી રહી.”
દલિત સમાજ દ્વારા આવા કપરા સમયે રોજગારી નહિ મળવા બાબતે પણ હોબાળો કરવામાં આવ્યો હતો. દલિત સમાજના આ મોરચામાં પોલીસ અધિકારીઓએ 100 થી વધુ લોકોની અટકાયત પણ કરી લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news