આજકાલ બાળકી હોય, યુવતી હોય કે પછી મહિલા હોય કોઈપણ સુરક્ષિત રહી શકતું નથી. આપણે થોડા સમયથી રેપની ઘટનાઓ વિશે વધુ પ્રમાણમાં જાણવા મળી રહ્યું છે. અહીં પણ એવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જેમાં મોટી ઉંમરની મહિલા સાથે છ લોકો દ્વારા રેપ કરવામાં આવ્યો છે.
બિહારમાં સમસ્તીપુરમાં વસ્તી એક દલિત મહિલા સાથે ગેંગરેપ થયો હોવાની ઘટના સામે આવી છે. દલિત મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, એક અજય નામનો કોઈ વ્યક્તિ જબરદસ્તી મારા હાથ અને પગ બાંધી ને ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. અને ત્યાં જઈને મારી સાથે 6 લોકો દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો. મહિલાનું કહેવું છે કે આરોપીએ ગેંગરેપ દરમિયાન વીડિયો પણ બનાવી લીધો હતો.
હસનપુરમાં આવેલ પોલીસ સ્ટેશનમાં આ ઘટના વિરોધ દલિત મહિલાએ એફઆઈઆર નોંધાવી છે. મહિલાએ જણાવ્યું કે, હું મારા એક કુટુંબીજન ના ઘરે જઇ રહી હતી. તે સમયે આ ઘટના બની છે. મારા પતિ મુંબઈમાં નોકરી કરી રહ્યા છે. જેના કારણે આ ઘટના સર્જાય છે.
આ સમગ્ર ઘટનાની જાણકારી પતિને મળતા મુંબઈથી ગામમાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવી. આ ઘટના 22 જુલાઈ એ બનેલી છે તેમ મહિલા દ્વારા જણાવવામાં આવ્યું છે. ઘટના સમયે મહિલા આરોપી પાસે થી છુટા ના પ્રયત્નો કરી રહી હતી. પરંતુ છ આરોપીઓને કારણે મહિલા છુટી શકી નહોતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.