ગોંડલ(ગુજરાત): હાલમાં ગોંડલ(Gondal)માંથી અંધશ્રધાનો એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મૂળ મધ્યપ્રદેશ(MP)માં રહેતા અને ગોંડલમાં મજૂરી કામ કરતા શ્રમિકે પોતાની 2 મહિનાની બીમાર બાળકીને દવાને બદલે ડામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વિજ્ઞાન જાથાની ટીમ(Science team) દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગઈકાલે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ગોંડલથી બે મહિનાની બાળકીને ડામ દીધેલી હાલતમાં રાજકોટ ખસેડવામાં આવી હતી. ગોંડલ શહેરમાં પહેલા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે બાળકીને રાજકોટ શહેરની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળ્યું છે કે, ગોંડલના ગુંદાળા ચોકડી નજીક મૂળ મધ્ય પ્રદેશનો પરિવાર છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતમાં રહે છે. ત્યારે પોતાની બાળકીને તાણ, આંચકી અને તાવ આવતો હોવાથી શ્રમિક પરિવાર તેને દાહોદના કટવારા ગામે ભૂવા પાસે લઇ ગયા હતા. જ્યાં ભૂવા દ્વારા દીકરીને સારું થાય તે માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ બાબતની કબૂલાત ખુદ દીકરીના પિતાએ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા લોકો પોતાના બીમાર બાળકોને ડોકટર પાસે લઇ જવાના બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઇ જાય છે અને ડામ આપવાથી તેમના માંદા બાળકો સાજા થઇ જશે તેવી અંધશ્રધ્ધામાં રહે છે. પરંતુ, આમા બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.