દમણ ભાજપના પ્રમુખનો એક આપત્તિજનક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા પ્રદેશ ભાજપ સહિત પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં તેઓ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દમણ દીવ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલનો એક 36 સેકેન્ડનો અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ગોપાલ ટંડેલ એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા નજરે આવી રહ્યા છે. અશ્લીલ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દમણ દીવ ભાજપ અને રાજનેતાઓમાં ભુકંપ આવી ગયો છે. જોકે આ અંગે ગોપાલ ટંડેલ કઇ પણ કહેવાનું ટાળ્યું છે અને મૌન ધારણ કર્યુ છે.
પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ટંડેલ દમણના હોટલ અને દારૂના વ્યાવસાયમાં મોટું કદ ધરાવે છે. દેવકા રોડ પર સી-દાડે-દમણ તેમજ સી-વ્યૂ નામક 2 હોટલ ચાલે છે. તેમજ તેઓની અન્ય એક હોટલ નિર્માણાધીન પણ છે. તેઓ સિલ્વર સ્ટાર ડિસ્ટિલરી નામક દારૂની ફેક્ટરી પણ ધરાવે છે.
આ વીડિયો લગભગ 2 વર્ષ જૂનો હોવાનું જાણવા મળે છે, જેમાં દેખાતી મહિલા સુરતની હોવાની મળી છે. લોકચર્ચા અનુસાર, સુરતના દિનેશ કાછડિયાને જે ગેંગે વીડિયો ઉતારીને હનીટ્રેપમાં ફસાવ્યા એ જ ગેંગ આ પ્રકરણમાં પણ સામેલ હોઈ શકે છે. આટલું જ નહીં પરંતુ બ્લેકમેલરોએ ગોપાલ ટંડેલ પાસે પૈસા પણ માંગ્યા હોવાની વાત સામે આવી છે.
જ્યારે સુરતમાં દિનેશ કાછડિયાની ફરિયાદ બાદ આરોપી પકડાયા ત્યારે ગોપાલ ટંડેલનો વીડિયો પણ એ જ સમયે કેટલાક ગ્રુપોમાં વાયરલ થયો હતો. આ મામલે ગોપાલ ટંડેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ પોતે તપાસ કરી રહ્યા છે. જો કે, તેમણે એવું બતાવ્યું ન હતું કે કોઈની સામે ફરિયાદ કરશે કે નહીં.