બિહાર રાજ્યની રાજધાની ગણાતા પટનામાં શુક્રવારના રોજ સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. પટનાના દાનાપુરના પીપા પુલ પરથી એક પેસેન્જર ભરેલી પીકઅપ વાન ગંગા નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટના ઘટ્યા બાદ તપાસ કરતા સામે આવ્યું કે આ અકસ્માતમાં કુલ 8 જેટલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે અને અન્ય કેટલાક લોકો ગુમ થયા છે. મળતી માહિતી મુજબ આ પીકઅપ વાન માં એક સાથે 25 જેટલા લોકો સવાર હતા. આ અકસ્માત સર્જાતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી.
बिहारः पटना के पीपापुल में एक जीप जिसमें क़रीब 15 लोग सवार थे गंगा नदी में गिर गई। कम से कम 10 लोग लापता हैं, बचाव अभियान चलाया जा रहा है। pic.twitter.com/9r0hQeg3jS
— ANI_HindiNews (@AHindinews) April 23, 2021
મળતી માહિતી મુજબ કહી શકાય કે તમામ પીકઅપ સવાર એક તિલક સમારોહમાંથી પોતાના ઘર તરફ પરત ફરી રહ્યા હતા. દાનપૂરના પીપા પુલ પર પીકઅપ વાનએ પોતાનું સંતુલન ગુમાવ્યું અને ત્યાર બાદ પીકઅપ વાન ગંગા નદીમાં ખાબકી હતી. આ સમગ્ર ઘટના ઘટ્યા બાદ આજુબાજુના ગામડા વાળા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ સમગ્ર અકસ્માત દરીમિયાન મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 8 મૃતદેહ મળી આવ્યા છે અને તરવૈયાની મદદ્દથી અન્ય લોકોની શોધખોળ ચાલુ છે.
Bihar: A jeep, carrying at least 15 passengers, fell into river Ganga at Peepapul in Patna today; at least 10 people missing. Search operation for the missing peole is underway. pic.twitter.com/wObcjXFYQM
— ANI (@ANI) April 23, 2021
ઘટના દરીમીયાન મળી આવેલ મૃતદેહોની યાદી:-
1)- 75 વર્ષના રમાકાંત સિંહ,
2)- 60 વર્ષના ગીતા દેવી,
3)- 50 વર્ષના અરવિંદ સિંહ,
4)- 65 વર્ષના સરોજા દેવી,
5)- 8 વર્ષનો આશીષ,
6)- 75 વર્ષના અનુરાધા દેવી,
7)- 12 વર્ષનો એક બાળક,
8)- 14 વર્ષની એક બાળકી
અત્યારે આ પીકઅપ વાનને નદીમાંથી બહાર કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે. હવે એ જાણવાનું રહ્યું કે અન્ય કેટલાક ગુમ થયેલા લોકો મળી આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.