CR પાટીલના ગઢમાં મોટું ગાબડું- આ દિગ્ગજ નેતાનું રાજીનામું પડતા રાજકારણ ગરમાયું

ગુજરાત(Gujarat): દક્ષિણ ગુજરાત(South Gujarat)ને ગુજરાત ભાજપ(BJP)ના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ(CR Patil)નો ગઢ ગણવામાં આવે છે. ત્યારે CR પાટીલના ગઢમાં જ મોટું ગાબડું પડ્યું છે. મળતી…

ગુજરાત(Gujarat): દક્ષિણ ગુજરાત(South Gujarat)ને ગુજરાત ભાજપ(BJP)ના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ(CR Patil)નો ગઢ ગણવામાં આવે છે. ત્યારે CR પાટીલના ગઢમાં જ મોટું ગાબડું પડ્યું છે. મળતી માહિતી અનુસાર, ડાંગ(Dang) જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ત્યારે દશરથ પવારના રાજીનામાથી ડાંગના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવાર દ્વારા તેમના હોદ્દા પરથી રાજીનામું ધરી દેવામાં આવ્યું છે. તેઓએ પોતાના લેટરપેડ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રમુખ CR પાટીલને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે. તેમણે લખતા કહ્યું છે કે, ‘હું ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું જે સ્વીકારવા વિનંતી છે.’ આ લેટરપેડની નીચે દશરથ પવારે સહી પણ કરેલ છે. છેલ્લા ઘણા સમયથી ડાંગ ભાજપ સંગઠન અને ચૂંટાયેલ પાંખ વચ્ચે વિખવાદ ચાલતો હતો. ડાંગ ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ પછી જિલ્લા પ્રમુખનું સૌથી પહેલું રાજીનામુ પડી ગયું છે.

એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ સંગઠનમાં આંતરિક ખેંચતાણ લઈને કાર્યકરોની ચર્ચા મુજબ આગામી દિવસોમાં વધુ હોદ્દેદારો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપે તેવી શક્યતા છે. ભાજપ પ્રમુખે થોડા દિવસો અગાઉ ડાંગ જિલ્લામાં થઇ રહેલા ભ્રષ્ટાચારને લઈ અવાજ પણ ઉઠાવ્યો હતો. ભાજપ પ્રમુખના રાજીનામાને લઈ જિલ્લાના રાજકારણમાં હલચલ તેજ બની છે.

તો બીજી બાજુ,  બોટાદ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. બોટાદ જિલ્લા સંગઠનની અંદર તમામ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જિલ્લા સંગઠનમાં કુલ 19 હોદેદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 6 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યલાય મંત્રીના નામોની જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા સંગઠનમાં તમામ જ્ઞાતિના કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ દ્વરા આ યાદી જાહેર કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *