અમેરિકન સ્પેસ એજન્સી (American Space Agency) નાસા (NASA)એ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર GIF ના રૂપમાં એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયો 12મી જાન્યુઆરીનો છે. NASA એ શેર કરેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિશાળ એસ્ટરોઈડ (Asteroid) ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. NASA એ ચેતવણી આપી હતી કે આ મહાકાય લઘુગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. જે ભારતીય સમય અનુસાર 19 જાન્યુઆરીના રોજ સવારે 2:45 કલાકે એટલે કે આજે રાત્રે પૃથ્વીની નજીકથી પસાર થશે.
બુર્જ ખલીફા કરતાં 700 ફૂટ મોટી
નાસાના ફાર નીયર અર્થ સ્ટડીઝ સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ મુજબ 7482 (1994 PC1) નામનો આ એસ્ટરોઇડ ખૂબ જ તેજ ગતિએ પૃથ્વી તરફ આવી રહ્યો છે. આ એસ્ટરોઇડનું કદ 3,450 ફૂટની નજીક છે. એટલે કે તે પૃથ્વીની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા કરતાં 700 ફૂટથી વધુ મોટી છે.
નાસા અનુસાર, આ એસ્ટરોઇડ લગભગ 45,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આવ્યો હતો. જો કે, આ એસ્ટરોઇડ પૃથ્વીથી 1.93 મિલિયન કિમીના અંતરેથી પસાર થયો હતો, જે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર કરતાં પાંચ ગણા વધુ છે. પરંતુ તેમ છતાં, તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું. તેને ટ્રેક કરવા માટે નાસા દ્વારા બનાવવામાં આવેલી સિસ્ટમની મદદથી તેને લાઈવ પણ જોવામાં આવ્યું હતું. જુઓ વિડિયો-
Near-Earth #asteroid 1994 PC1 (~1 km wide) is very well known and has been studied for decades by our #PlanetaryDefense experts. Rest assured, 1994 PC1 will safely fly past our planet 1.2 million miles away next Tues., Jan. 18.
Track it yourself here: https://t.co/JMAPWiirZh pic.twitter.com/35pgUb1anq
— NASA Asteroid Watch (@AsteroidWatch) January 12, 2022
આ મહિને 5 એસ્ટરોઇડ પસાર થવાની સંભાવના
નાસાએ આ મહિને પૃથ્વીની નજીકથી 5 એસ્ટરોઇડ પસાર થવાની આગાહી કરી છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે જ્યારે કોઈ નાનો લઘુગ્રહ પૃથ્વીની કક્ષામાં આવે છે ત્યારે તે આપોઆપ બળીને રાખ થઈ જાય છે. જો કે, ઘણી વખત મોટા એસ્ટરોઇડ ગ્રહો સાથે અથડાય છે અને વિનાશ સર્જે છે. આ પહેલા પણ કેટલાક લઘુગ્રહો પૃથ્વી સાથે ટકરાયા છે. વર્ષ 2019માં એક લઘુગ્રહ પૃથ્વીના 43 હજાર માઈલના અંતરેથી એટલે કે ખૂબ નજીકથી પસાર થયો હતો. તેની માહિતી વૈજ્ઞાનિકોને 24 કલાક પહેલા જ ખબર હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.