સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે હવે એક ખતરનાક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને બે સેકન્ડ શ્વાસ રોકાઈ જશે.
દુબઈની અમિરાત એરલાઈન્સ ની એક જાહેરાતને લઈને આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા થઈ રહી છે. આ વીડિયોની જાહેરાતમાં જોવા મળી રહ્યું છે કે, અમિરાતની ફ્લાઈટ એટેન્ડન્ટના રૂપમાં એક મહિલા એરલાઈન્સની ખાસિયતોને અલગ અલગ બેનર દ્વારા બતાવાઈ રહ્યા છે. આ દરમિયાન તે જુદા જુદા મેસેજ દેખાડી રહ્યા છે. છેલ્લા બેનર પર લખેલા મેસેજને બતાવ્યા બાદ કેમેરો ઝૂમ આઉટ થાય છે અને આ દરમિયાન ફ્લાઈટ એટેન્ડન્ટને દુનિયાની સૌથી ઊંચી અને 828 મીટર ઊંચા બુર્ઝ ખલીફા પર ઊભેલા જોવા મળે છે.
હકિકતમાં આ વીડિયોના સામે આવ્યા બાદ કેટલાય સોશિયલ મીડિયા યુઝર્સે સવાલ ઉઠાવ્યો છે કે, આ વીડિયોને સ્પેશ્યલ ઈફેક્ટ અને ગ્રીન સ્ક્રીન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એવામાં એરલાઈન્સે આગળ આવીને તેની સ્પષ્ટતા કરી છે કે આને ગ્રીન સ્ક્રીન અને સ્પેશ્યલ ઈફેક્ટ વિના જ શૂટ કરવામાં આવ્યો હતો. દુનિયાની સૌથી મોટી એરલાઈન્સ કંપની અને સંયુક્ત આરબ અમિરાતની ફ્લેગ કેરિયર અમિરાત એરલાઈન્સે આ જાહેરાતને કેવી રીતે તૈયાર કરી છે તે અંગેનો પણ એક વિડિયો પણ શેર કર્યો છે. 30 સેકન્ડની આ જાહેરાતમાં જોવા મળી રહ્યું છે કે, અડધા વિડિયો પછી કેમેરો દુર જાય છે અને ફ્લાઈટ એટેન્ડન્ટ ખૂબજ ઊંચાઈ પર ઊભેલી નજરે આવે છે.
બુર્ઝ ખલીફાનું લેવલ 160 થી ચડવામાં 1 કલાક 15 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. સમગ્ર ટીમને બિલ્ડિંગના ટોપ પર પહોંચવા માટે એક ટ્યૂબની અંદર કેટલાય ટિયર્સ અને સીડીઓ પસાર કરવી પડી. સમગ્ર જાહેરાતને કેમેરામાં કેદ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બુર્ઝ ખલીફા દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે. જેનું બાંધકામ 21 સપ્ટેમ્બર 2004માં શરૂ થયું હતું અને તેનું અધિકારિક ઉદ્ધાટન 4 જાન્યુઆરી 2010માં કરવામાં આવ્યું હતું. ઈમારત નિર્માણમાં 1,10,000 ટનથી વધારે કોંક્રિટ, 55 હજાર ટનથી વધુ સ્ટીલ રેબર લાગેલુ છે. ઈમારતના નિર્માણમાં લગભગ 12 હજાર મજૂરોએ દરરોજ કામ કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.