અમદાવાદમાં ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ: 183 જેટલા જુગારી ઝડપાયા, PI, ડિસ્ટાફ PSI સસ્પેન્ડ

અમદાવાદ(ગુજરાત): આજકાલ રાજ્યમાંથી ઘણા જુગારધામ ઝડપી પાડવામાં આવી રહ્યા છે. હવે તો એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં પોલીસ પોતે બુટલેગરો સાથે મળેલી હોય છે. આ દરમિયાન, અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર કચેરીથી નજીક આવેલા દરિયાપુરના મનપસંદ જિમખાનમાં સૌથી મોટા જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

રથયાત્રા બાદ હવે પોલીસ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે અને જવાબદારોની બદલી અને સસ્પેન્ડનો ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. જેમાં આજે PCBમાં મહત્ત્વના વહીવટ કરતા યોગેન્દ્ર સિંહ સહિત 9ની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયાપુર પીઆઈ આર. આઈ.જાડેજા, ડિસ્ટાફ PSI કે.સી. પટેલને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની વિગત સૂત્રો દ્વારા જાણવા મળી છે.

આ બનાવ બાદ અમદાવાદના વિવાદાસ્પદ રહેલા ઝોન 4 વિસ્તારમાં અનેક બદીઓને કારણે ઉચ્ચ અધિકારીઓની શાખમાં ડાઘ લાગ્યા છે. દરિયાપુરમાં થયેલી જુગારની રેડમાં 183 લોકો ઝડપાયા, જેમાં પહેલેથી આશંકા હતી તેમ દરિયાપુર PI આર.આઈ.જાડેજા અને ડિસ્ટફ PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આજે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે PCBની 9 વ્યક્તિની ટ્રાન્સફર પણ કરી છે.

મળતી માહિતી મુજબ, દરિયાપુર જિમખાના રેડમાં હવે DCPના વહીવટદાર પ્રકાશસિંહ તેમજ અન્ય ઝોન-4ના વહીવટદાર વિરુદ્ધ પોલીસ કમિશનર તરત જ કાર્યવાહી કરશે. હવે બંસી બૂટલેગર કેસમાં તપાસ DCP ઝોન-4ના સુપરવિઝનમાંથી ખેંચવામાં આવે તો તેમાં પણ અમદાવાદ શહેરના અનેક પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસકર્મચારીઓ સાણસામાં આવી શકે છે. બીજી તરફ હવે IPSના વહીવટકર્તા લોકોના લીધે શહેરની કંટ્રોલ થયેલી ઇમેજને રોજ રોજ નુકસાન થઈ રહ્યું છે.

આ દરમિયાન, જેમની આગામી દિવસોમાં આવતી બદલીઓમાં સરકાર દ્વારા બદલી કરવાની પણ ચર્ચા કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, દરિયાપુર પીઆઈ વતી તેમના બે વહીવટદાર ક્રાઈમ બ્રાંચના ભગીરથસિંહ જાડેજા અને રિવરફ્રન્ટ ઈસ્ટના કૃષ્ણપાલસિંહ ચૂડાસમા દ્વાફ્રા પૈસા ઉઘરાવવામાં આવતા હતા. વધુ તપાસ કરતા સામે આવ્યું હતું કે, એફ ડિ‌વિઝન એસીપી જે.કે.ઝાલા વતી નિવૃત્ત પોલીસકર્મી મહાવીરસિંહ ઝાલા અને ડીસીપી રાજેશ ગડિયા વતી એસસી એસટી સેલમાં ફરજ બજાવતા પ્રકાશસિંહ ચંપાવત પૈસા ઉઘરાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *