ગુજરાતમાં(Gujarat) આકરી ગરમી લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે. બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં જળસંકટ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં 207 ડેમો(Dam)માં 50 ટકા કરતા પણ ઓછા બાકી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ(Kutch) અને સૌરાષ્ટ્ર(Saurashtra)માં પીવાના પાણીની કટોકટી ઘેરી બની રહી છે.
રાજ્યના 207 જળાશયોમાં 49.69 ટકા પાણી છે. જેમાં સરદાર સરોવરમાં 53.25% પાણી ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 14.77ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં 43.87 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 60.04 ટકા, કચ્છના 20 જળાશયોમાં 19.74 ટકા અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 37.10 ટકા પાણી છે.
દક્ષિણ ગુજરાતના જિલ્લાના જળાશયમાં પાણીની સ્થિતિ
ભરૂચ 48.80 ટકા, નર્મદા 64.65 ટકા, નવસારી 28.39 ટકા, સુરત 47.54 ટકા, તાપી 56.38 ટકા, વલસાડ 47.67 ટકા, કચ્છ 13.18 ટકા
ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમાણે પાણીની સ્થિતિ
અરવલ્લી 09.29 ટકા, બનાસકાંઠા 05.17 ટકા, મહેસાણા 12.32 ટકા, સાબરકાંઠા 04.37 ટકા
સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયમાં પાણીની સ્થિતિ
અમરેલી 35.55 ટકા, ભાવનગર 39.58 ટકા, બોટાદ 12.60 ટકા, દ્વારકા 07.58 ટકા, ગીર સોમનાથ 51.70 ટકા, જામનગર 26.23 ટકા, જૂનાગઢ 31.20 ટકા, મોરબી 32.74 ટકા, પોરબંદર 22.57 ટકા, રાજકોટ 43.32 ટકા, સુરેન્દ્રનગર 22.06 ટકા
મધ્ય ગુજરાતના જિલ્લાઓના જળાશયમાં પાણીની સ્થિતિ
છોટા ઉદેપુર 48.36 ટકા, દાહોદ 26.31 ટકા, ખેડા 00.00 ટકા, મહીસાગર 46.50 ટકા, પંચમહાલ 30.12 ટકા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.