સુરતમાં ધોરણ-10ના 7 ઝોનમાં અને 48 પેટા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. 302 બિલ્ડિંગ અને 2,9632 બ્લૉકમાં પરીક્ષા શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવી છે. પાંચ-પાંચ ઝોન ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના અનુક્રમે 28 અને 10 પેટા કેન્દ્રોમાં વ્યવસ્થા કરવામાં આવી છે.
પરીક્ષા કેન્દ્રોમાં ગરમી હોવાથી ઠંડા પીણાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કરાયું હતું. એક વિદ્યાર્થિની પરીક્ષા આપવા ફ્રેક્ચર સાથે પહોંચી હતી. ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા માટે પહોચ્યા હતા. વાલીઓ પણ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા.
વિદ્યાર્થિ સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે, એક મહિના પહેલા સર્જાયેલા અકસ્માતમાં પગમાં ફ્રેક્ચર થયું હતું. ટ્યુશનથી પરત ઘરે આવતી વખતે તેનો અકસ્માત થયો હતો. પગ પરથી ગાડી ફરી વળતા પગમાં ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ ડોક્ટરે ફ્રેક્ચર હોવાનું જણાવ્યું હતું. તેમ છતાય તેને પરીક્ષા ની ત્યારીઓ કરી છે.
વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાને લઈને છેલ્લા ઘણા સમયથી સતત તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આજે ધોરણ 10ની ગુજરાત બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર છે. આજે દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
એક વિદ્યાર્થિની પગમાં ફ્રેક્ચર સાથે પરીક્ષા કેન્દ્રોએ પરીક્ષા આપવા માટે પહોંચી હતી. ગુજરાત રાજ્યમાં આવેલા સુરત જિલ્લાના 1.59 લાખ વિદ્યાર્થી ધો-10 અને ધો-12ની પરીક્ષા આપવાના છે. સુરત જિલ્લાના 90253 વિદ્યાર્થીઓ ધો-10માં, સામાન્ય પ્રવાહમાં 52350 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં 16699 વિદ્યાર્થી પરીક્ષા આપશે.
73 અને 175 બિલ્ડિંગ અને 1,781 અને 839 બ્લોક માં પરીક્ષા યોજવામાં આવી છે. શિક્ષણતંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા, સીસીટીવી અને નિરીક્ષણ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પોલીસ બંદોબસ્તની પણ સાથે સાથે ત્યારી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.