સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં તેનો જન્મ દિવસ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે, કારણ કે તે દિવસે તેમનો જન્મ થયો હોય છે. જેને લીધે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો જન્મદિવસ ખૂબ જ ખાસ રહે. આની સાથે, તે ઈચ્છે છે કે આવનારા સમયમાં તેમનું જીવન સુખી રહે અને ભવિષ્ય ઉજ્જવળ રહે અને પોતાના ધ્યેય સુધી પહોંચી શકે.
ઘણા લોકો એવા હોય છે જે તેમના જન્મદિવસ પર મિત્રો, પરિવાર સાથે પાર્ટી કરે છે. જન્મ દિવસ પર ખુશીઓની ઉજવણી કરવી યોગ્ય છે પરંતુ આજના સમયમાં લોકો આ દિવસે દારૂ સાથે અન્ય વસ્તુઓનું પણ સેવન કરી રહ્યા છે જે સમાજને બરબાદી તરફ ધકેલી શકે છે.
સુરતમાં ઘણા એવા લોકો છે જે પોતાનો જન્મ દિવસ ગરીબ બાળકો સાથે ઉજવે છે. કારણ કે તે લોકોને એમાં ખુશી મળે છે. ખોટા તાયફાઓ અને ઉજવણી કર્યા વગર જ ગરીબ બાળકો સાથે પોતાનો જન્મ દિવસ ઉજવવાની ઈચ્છા દર્શાવે છે. સુરતમાં ઘણા એવા લોકો છે જે પોતાના જન્મદિવસે અન્ય બીજી જગ્યાએ પૈસા ઉડાડવાની જગ્યાએ ગરીબ બાળકોને મદદ કરે છે અને તેની સાથે પોતાનો જન્મદિવસ ઉજવે છે.
સુરત ની 21 વર્ષની દીકરી તુષ્ણાબેન ખૂંટએ પોતા નો જન્મદિવસ પુલ નીચે અને રોડ રસ્તા પર રહેતા શ્રમજીવી પરિવાર ના બાળકો ની સાથે વિતાવી ઉજવણી કરી હતી અને ગરીબ બાળકોને પોતાનાથી થાય એટલી તમામ મદદ કરી હતી. “તુષ્ણાબેન ખૂંટ” નાનપણથી જ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. હાલ તેઓ આમ આદમી પાર્ટી ની વિધાર્થી પાંખ CYSS સુરતના સોશિયલ મીડિયા ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે.
જન્મદિવસની ઉજવણીમાં સૌથી શુભ કાર્ય છે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની સેવા કરવી અને પોતાનાથી બની શકે એટલું દાન કરવું. આપણે સૌએ જાણવું જોઈએ કે, જન્મદિવસના દિવસે જરૂરિયાતમંદોને ખવડાવવુ જોઈએ. કેમકે અન્ન દાન એક મહાન દાન ગણવામાં આવે છે. આ સાથે તેઓએ તેમની ક્ષમતા અનુસાર જરૂરી ચીજોનું દાન કરવું જોઈએ. સેવાભાવથી કોઈની મદદ કરવાથી અલગ જ અનુભૂતિની પ્રાપ્તિ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.