મહેસાણા(Mehsana): શહેરમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મહેસાણામાં આવેલા વિશ્વ કર્મા વાડી ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન એક ટેણીયાએ લોકોની નજર ચૂકવી પૈસા ભરેલા પર્સની ઉઠાંતરી કરી હતી. ત્યારે આ કેસમાં હાલમાં પોલીસ દ્વારા અજાણ્યા શખ્શો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ છે.
View this post on Instagram
વિશ્વકર્મા વાડીમાં લગ્ન હતા:
મળતી માહિતી અનુસાર, જયદીપ કુમાર વ્યાસ મહેસાણાની મનમોહન સોસાયટીમાં રહે છે. ત્યારે તેમની દીકરીના લગ્ન હોવાથી તેઓએ સમગ્ર પ્રસંગ શહેરમાં આવેલી વિશ્વકર્મા વાડીમાં યોજ્યો હતો. જ્યાં તમામ મહેમાનો પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એક અજાણ્યો ટેણીયો પણ સામેલ થયો હતો.
ખુરશીમાં રાખેલું પર્સ મૂકી પાણી પીવા ગયો અને પર્સ ચોરાયું: ફરિયાદી
ત્યારે સ્વાભાવિક છે કે, પ્રસંગ હોય એટલે પૈસા તો સાથે હોવાના જ છે. તેથી યુવતીના પિતાની પાસે બ્લુ કલરના પર્સમાં 1.50 લાખ રૂપિયા રોકડા હતા. ત્યારે બપોરે 11 કલાકે લગ્નની વિધિઓ ચાલુ હતી, એ દરમિયાન ફરિયાદીને તરસ લાગતા તેઓ મંડપની બાજુમાં પાણી પીતા હતા.
આ દરમિયાન પોતાની પાસે પૈસા ભરેલ પર્સ બાજુની ખુરશીમાં મૂક્યું હતું, જે બાદમાં ત્યાં આગળ એક લાલ કલરના શર્ટ પેરી અજાણ્યો કોઈ ટેણીયાએ હોલમાં ઘુસી આવી ખુરસીમાં પડેલા પર્સને ઉઠાવી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ત્યારે આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ છે. જેમાં સાફ દેખાઈ રહ્યું છે કે, આ ટેણીયો પર્સ લઈને ફરાર થઈ ગયો.
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ:
ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓએ આસપાસના વિસ્તારોમાં અને હોલમાં તપાસ કરી હતી અને CCTV ચેક કર્યા હતા. જેમાં કોઈ બાળક આ પર્સ ચોરી ફરાર થઇ ગયો હોવાનું જોવા મળ્યું હતું. જેના કારણે પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને પગલે હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.