પિતા ભારત સામે મેચ રમી રહ્યા છે ને, દીકરીએ લીધા અંતિમ શ્વાસ- દીકરીના મોતથી તૂટી પડ્યો સાઉથ આફ્રિકાનો ખિલાડી

દક્ષિણ આફ્રિકાનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મિલર (South African star batsman David Miller) ભારત સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં રમી રહ્યો છે. આ દરમિયાન ડેવિડ મિલર માટે એક કાળજું હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. ડેવિડ મિલરના નાના ચાહકનું અવસાન થયું છે. મિલરે આ દુઃખદ ક્ષણને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો દ્વારા ચાહકો સાથે શેર કરી છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ રાંચીમાં રમાવાની છે. આ મેચ પહેલા જ દક્ષિણ આફ્રિકાની ટીમના બેટ્સમેન ડેવિડ મિલર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ખરેખર, ડેવિડ મિલરની દીકરીનું એનનું કેન્સરથી મૃત્યુ થયું છે. ડેવિડ મિલરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને એનીને શ્રદ્ધાંજલિ આપી છે.

 

View this post on Instagram

 

A post shared by Dave Miller (@davidmillersa12)

ડેવિડ મિલરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, ‘હું મારા ફેન્સને ખૂબ જ મિસ કરીશ. અત્યાર સુધીનું સૌથી મોટું હૃદય, જેને હું જાણું છું. તમે સકારાત્મક અભિગમ અને સ્મિત સાથે તમારા જીવન સાથે લડ્યા. તમે દરેક વ્યક્તિ પાસેથી પ્રશંસા મેળવી અને તમારા જીવનના દરેક પડકારને પૂર્ણ કર્યા. તમે મને જીવનની દરેક ક્ષણ જીવતા શીખવ્યું. મને તમારી સાથે આ જીવન જીવવાનો લહાવો મળ્યો છે. હું તને ખુબ જ પ્રેમ કરું છું.’

મિલરે ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ વીડિયો પણ શેર કર્યો છે. મિલરે આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘RIP, માય લિટલ રોકસ્ટાર. હું હંમેશા તને પ્રેમ કરીશ.” વીડિયોમાં દેખાતી તસવીરોમાં નાની ફેન મિલર સાથે દક્ષિણ આફ્રિકાની ટીમની જર્સી પહેરેલી જોવા મળે છે.

ડેવિડ મિલર અને માસૂમ બાળક વચ્ચે શું સંબંધ હતો?
મિલર નાના ચાહકના મૃત્યુથી ભાંગી ગયો છે, કેટલાક મીડિયા અહેવાલોમાં તેણીને તેની પુત્રી કહેવામાં આવી રહી છે. જોકે, આ માસૂમ બાળકી તેની પુત્રી હતી કે ફેન હતી તેની પુષ્ટિ થઈ નથી. આ મામલામાં મિલર તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે આ છોકરી મિલરની ખૂબ જ નજીક હતી અને બંને વચ્ચેની લાગણી પિતા-પુત્રીના સંબંધોથી ઓછી નથી લાગતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *