હાલમાં કોરોના મહામારીને કારણે ઘણાં લોકોએ રોજગાર મેળવવાં માટે વિવિધ ધંધાની શરૂઆત કરી રહ્યાં છે. થોડા દિવસ પહેલાં તો એક શિક્ષકે અમુલ પાર્લર ખોલીને દુધનો વ્યવસાય ચાલુ કર્યો હતો. આની સાથે જ હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.ઓફિસ જતાં પહેલાં ટિફિનમાં દરરોજ સલાડ બનાવવાનું કામ ખુબ જ કંટાળાજનક છે. એવું લાગતું હતું કે લંચમાં ફ્રેશ સલાડ મળે તો કેવું સારું લાગે.
ત્યારપછી વિચાર્યું ચાલો આ જ કામ શરૂ કરી દઉં. એમાં કોઈ રોકાણ પણ કરવાનું ન હતું તેમજ કોઈ મોટું રિસ્ક પણ ન હતું. માત્ર 3,000 રૂપિયાથી કામની શરૂઆત કરી હતી. લોકડાઉનનાં માત્ર 1 મહિના અગાઉ મહિનાની આવક કુલ 75,000થી સુધીની થઈ ગઈ હતી. તો, આવો જાણીએ પુણેમાં રહેતી મેઘાની સંપૂર્ણ સ્ટાર્ટઅપ કહાની…
મારું નામ મેઘા બાફના છે. હું પુણેમાં રહું છું. છેલ્લાં કુલ 15 વર્ષથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં કામ કરી રહી છું. સલાડ તૈયાર કરવું તથા તેમાં જુદાં જ પ્રયોગ કરવા મને કેટલાંક વર્ષોથી પસંદ છે. વર્ષ 2017માં વિચાર આવ્યો કે, મારો ટેસ્ટ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું. બસ, આ વિચારથી જ મેં કુલ 4 લાઇનની ક્રિયેટિવ એડ તૈયાર કરી તેમજ એને વોટ્સએપ તથા ફેસબુક દ્વારા મારા મિત્રો સુધી પહોંચાડી.
પ્રથમ દિવસે મને કુલ 5 પેકેટ્સનો ઓર્ડર મળ્યો હતો ત્યારે પેકિંગ, ડિલિવરી, ક્વોન્ટિટીનો કોઈ આઇડિયા ન હતો પણ મને મારા સલાડના સ્વાદ પર વિશ્વાસ હતો. હું સવારમાં 4 વાગે જાગતી હતી તેમજ 6 વાગ્યા સુધી સલાડના પેકિંગ સુધીની તૈયારી કરતી હતી. ત્યારપછી માર્કેટમાં શાક લેવા જતી હતી. ત્યાં સુધીમાં જે મસાલો તૈયાર કર્યો હોય એ ઠંડો થઈ જતો. 7:30 વાગ્યાથી શાક ધોવાનું તેમજ સમારવાનું કામ શરૂ કરતી તથા 9:30 વાગ્યા સુધીમાં પેકિંગ થઈ જતું.
શરૂઆતમાં કુલ 5 પ્રકારનાં સલાડથી કરી હતી. તેમાં ચણા ચાટ, મિક્સ કોર્ન, બીટ રૂટ તેમજ પાસ્તાં સલાડ સામેલ હતા. ઘરમાં જે બેન કામ કરવાં આવતાં હતાં એમના દીકરાને જ ડિલિવરીનું કામ સોંપવામાં આવ્યું હતું. હું પેકિંગ કરીને માર્કેટ જતી રહેતી તથા 10 વાગે ડિલિવરી બોય આવી જતો, જે કુલ 2 કલાકની અંદર સલાડ કસ્ટમર સુધી પહોંચાડી દેતો હતો.
સુધી 6 પેકેટ્સ જ જતાં હતાં. કેટલાંક લોકોને ટેસ્ટ પસંદ આવ્યો અને બીજા સપ્તાહમાં 25 પેકેટ્સ અને ત્રીજા સપ્તાહમાં 50 પેકેટ્સનો ઓર્ડર મળવા લાગ્યો હતો. ત્યારબાદ કુલ 5 મહિના સુધી આ જ પ્રમાણે ચાલ્યું હતું.ત્યારબાદ મેં ફેસબુક પર પુણેની લેડીઝના એક ગ્રુપમાં મારા સલાડનાં ફોટા તથા મેનુ શેર કર્યાં. ત્યાંથી મને ખુબ સારો એવો રિસ્પોન્સ મળ્યો.
કેટલીક કંપનીઓ, સ્કૂલ તેમજ ઘરેથી મને ફોન આવવા લાગ્યા હતાં. મને કુલ 60-70 નવા કસ્ટમર્સ મળી ગયા અને હવે લગભગ કુલ 150 કસ્ટમર્સ બની ગયા હતા. શરૂઆતમાં મને ક્વોન્ટિટીનો અંદાજ ન હતો. ઘણીવાર સલાડ ઓછું બની જતું તો ઘણીવાર ખૂબ વધારે. ત્યારપછી મેં ક્વોન્ટિટી લખવાની શરૂ કરી, મેજરમેન્ટ બનાવ્યું. થોડા દિવસમાં અંદાજ આવવા લાગ્યો કે કેટલા પેકેટ માટે કેટલી ક્વોન્ટિટી જોઈશે.
પેકિંગનું પણ કોઈ જ્ઞાન ન હતું. શરૂઆતમાં પેપર કન્ટેનરમાં ડિલિવરી આપતી હતી. એમાં લીકેજની સમસ્યા થતી હતી. ત્યારપછી માર્કેટ જઈને થોડી તપાસ કરીને પ્લાસ્ટિકના કન્ટેનરમાં ડિલિવરી આપવાની શરૂઆત કરી હતી. પહેલાં મેં સલાડની કુલ 2 પ્રાઇઝ રાખી હતી, એક 59 તેમજ બીજી 69. ‘નો પ્રોફિટ એન્ડ નો લોસ’ ના ઈરાદાથી કામ કરવાનું શરૂઆતમાં વિચાર્યું હતું પણ દોઢ જ મહિનામાં મને નફો થવા લાગ્યો.
દર મહિને કુલ 7,000 બચવા લાગ્યા હતા અને ત્યારપછી ધીરે-ધીરે નફો પણ વધવા લાગ્યો હતો. લોકડાઉન પહેલાં મારી પાસે કુલ 200 કસ્ટમર્સ થઈ ગયા હતા અને મહિને કુલ 1 લાખ રૂપિયા સુધીની બચત થવા લાગી હતી. માત્ર 4 વર્ષના સ્ટાર્ટઅપથી મને અંદાજે કુલ 22 લાખ રૂપિયા મળ્યા હતાં.
મારી સફળતાનું મુખ્ય કારણ એ છે કે, મેં એ કામ પસંદ કર્યું, જેમાં મને મજા આવે છે. સલાડની ફ્લેવર બીજી જગ્યાએથી કોપી કરવાને બદલે મારી જાતે ઊભી કરું છું અને એને લીધે ગ્રાહકોમાં પણ વધારો થ્સ્ય છે. લોકડાઉન પહેલાં હું કુલ 9 ડિલિવરી બોય અને કુલ 10 મહિલાને કામ આપતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en