ગુજરાત માટે કોરોના ફરી ખતરાની ઘંટડી! અમદાવાદમાં વૃદ્ધાનું કોરોનાથી મોત- જાણો સમગ્ર મામલો

An old man died of corona in Ahmedabad: રાજ્યમાં કોરોના વાયરસ ધીરે ધીરે ફરી ડરામણો બની રહ્યો છે.કોરોના વાયરસના નવા વેરિઅન્ટ JN.1(An old man died…

An old man died of corona in Ahmedabad: રાજ્યમાં કોરોના વાયરસ ધીરે ધીરે ફરી ડરામણો બની રહ્યો છે.કોરોના વાયરસના નવા વેરિઅન્ટ JN.1(An old man died of corona in Ahmedabad )ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. ત્યારે અમદાવાદમાં લાંબા સમય બાદ કોરોનાથી દર્દીનું મોત થયાના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વુદ્ધાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્યારે કોરોના વાયરસને લઈ લોકોમાં પણ ફરી એક વખત ગભરાટ જોવા મળી રહ્યો છે. જોકે, વૃદ્ધા એકથી વધુ બીમારીથી પીડિત હતા.

કોરોના સંક્રમિત વૃદ્ધાનું નીપજ્યું મોત
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક 82 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે.રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે. કોવિડ સિવાય અન્ય બીમારીઓથી દર્દી પીડિત હતા.જેના કારણે તંત્ર ફરી એકવાર દોડતું થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇએલર્ટ પર છે. ટીબીના દર્દી વૃદ્ધા લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જો કે આજે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાઇએલર્ટ પર છે.

ગુજરાતમાં કોરોનાએ માર્યો ઉથલો
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસમાં સતત વધારો
દેશમાં કોરોનાના નવા વાયરસ JN.1 ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસ નોંધાયા છે. કેંદ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ કોરોનાના નવા વેરિઅન્ટને લઈ ચિંતિત છે. JN.1 વેરિયન્ટના કેસો સતત વધી રહ્યા છે. ભારતમાં એક્ટિવ કોરોનાવાયરસ કેસ મંગળવારે 4,100 ને વટાવી ગયા છે કારણ કે છેલ્લા 24 કલાકમાં JN.1 COVID-19 સબવેરિયન્ટના કુલ 412 નવા કેસ નોંધાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *