ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj, Uttar Pradesh) માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં તંત્ર મંત્ર દ્વારા મૃત યુવતીને જીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. લાશમાંથી આવતી દુર્ગંધ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે ખબર પડી કે મૃતદેહને 5 દિવસ સુધી ઘરમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો અને તંત્રની ગતિવિધિઓ કરવામાં આવી રહી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ગ્રામજનોએ પોલીસને જણાવ્યું કે સગીરાની તબિયત ઘણા સમયથી બગડી રહી હતી. પરિવારના સભ્યો ગંગાજળ પીને અને તંત્ર-મંત્ર દ્વારા તેનો ઈલાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
દિહા ગામના રહેવાસી અભય રાજ યાદવની 18 વર્ષની પુત્રી અંતમા યાદવનું પાંચ દિવસ પહેલા રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું. પરંતુ તેઓએ પુત્રીના અંતિમ સંસ્કાર કર્યા ન હતા અને તેણીને જીવિત કરવા માટે તંત્ર જાપ કરવાનું શરૂ કર્યું હતું. તેમનું માનવું હતું કે દેવી આવશે અને પુત્રી ફરીથી જીવિત થશે.
લાશમાંથી દુર્ગંધ આવતા આસપાસના લોકોએ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચી પોલીસે જ્યારે દરવાજો ખોલવાનું કહ્યું તો પરિવારજનોએ તેનો વિરોધ કર્યો. પોલીસે ઘરનો દરવાજો ખોલ્યો તો સડેલી લાશ જોઈ પોલીસના પણ હોબાળો મચી ગયો હતો. ગ્રામજનોએ પોલીસને જણાવ્યું કે આ પરિવાર પણ માનસિક દર્દીઓ જેવી હરકતો કરતો હતો. હાલ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની તપાસ શરૂ કરી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃતકના મોતનો ખુલાસો થશે તેવું પોલીસનું કહેવું છે.
લગભગ એક મહિના સુધી યુવતીની તબિયત ખરાબ હતી. 24 જૂને તેનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. પરિવારને શંકા હતી કે યુવતીનું મોત ભૂતના કારણે થયું છે. આવી સ્થિતિમાં, તેઓ તેને વળગાડ અને તંત્ર મંત્રથી જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસે હવે આ પરિવારના 11 લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. માત્ર અભયરાજ અને તેની પત્ની વિમલા હવે સ્વસ્થ છે. પોલીસે જણાવ્યું કે આખો પરિવાર સંપૂર્ણપણે માનસિક રીતે બીમાર છે. દરેક વ્યક્તિ યોગ્ય રીતે ખોરાક લેતા ન હતા અને પાણીના નામે માત્ર ગંગાજળ પિતા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.