ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હતી. મૃતદેહને તેના ઘરમાં એક બોક્સમાં છુપાવવામાં આવ્યો હતો. પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવતા શંકા ગઈ ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘરની તલાશી લીધી હતી. આ દરમિયાન જ્યારે પોલીસે બોક્સ ખોલ્યું તો તેમાંથી એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ નીકળ્યો હતો.
હાથરસ નાગલા પ્રાણ ગામના રહેવાસી 65 વર્ષના વૃદ્ધ મહિલા કમલેશ દેવી છેલ્લા ઘણા દિવસોથી ગુમ હતી. આ અંગે કોતવાલીમાં મહિલાના ગુમ થયાની ફરિયાદ પણ આપવામાં આવી હતી. ગુરુવારે વૃદ્ધ મહિલાનો મૃતદેહ તેના ઘરમાં એક બોક્સમાંથી મળી આવ્યો હતો. માહિતી મળતાની સાથે જ સર્કલ ઓફિસર સાદાબાદ બ્રહ્મસિંહ અને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ એસએચઓ મનોજ કુમાર સહીત પોલીસ ફોર્સ સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પર ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. પોલીસ વૃદ્ધ મહિલાના મોત પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.
કોટવાલ મનોજ કુમારે જણાવ્યું હતું કે, હજુ સુધી વૃદ્ધ મહિલાના મૃત્યુનું કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસને વૃદ્ધાના ભત્રીજા પર શંકા છે, જે હાલમાં ફરાર છે. તેમણે કહ્યું હતું કે, માહિતી પર જાણવા મળ્યું છે કે વૃદ્ધ મહિલા અને તેના ભત્રીજા વચ્ચે મિલકતને લઈને વિવાદ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.