RTE Form: રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવી રહ્યો છે. હવે 30 માર્ચ સુધી RTE પ્રવેશ માટે તમે ઓનલાઈન ફોર્મ(RTE Form) ભરી શકાશે. આ પહેલા 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ તારીખ 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈ ફોર્મ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હવે વાલીઓની માંગણીઓ સમયગાળો વધારવાની હતી જેનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે.
અને RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવામાં આવ્યો છે. 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેર રજાઓ વધવાના કારણે મુદત વધારવામાં આવી રહી છે. RTE હેઠળ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હવે 30 માર્ચ સુધી છે. 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અત્યાર સુધી 2.8 લાખ ફોર્મ ભરાયા છે.
ગરીબ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ
રાજ્યમાં ગરીબ પરિવારના બાળકો પણ સારુ શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા RTEનો કાયદો બહાર પાડવામાં આવ્યો છે. આ માટે વાલીઓ ઓનલાઇન અરજી કરવાની રહે છે. ત્યાર પછી વિદ્યાર્થીને રહેણાંકની નજીકની ખાનગી શાળામાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા RTE વિદ્યાર્થીઓના ફોર્મની ચકાસણી કરી અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપી રહ્યું છે.
RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી
RTE હેઠળ તારીખ 14 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવા માટે 13 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ તે દરમિયાન જાહેર રજાઓનાં કારણે અરજદારોને આવકનો દાખલા, જાતિનાં દાખલા વગેરે જેવા જરુરી આધાર પુરાવા માટે વિલંબ થતો હોવાના કારણે વિવિધ માધ્યમો થકી જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે અરજી કરવાની સમયમર્યાદામાં વધારા માટે માંગણી ઉઠી હતી.જેને લઇ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા. 30 માર્ચ 2024 સુધી વધારવામાં આવ્યો છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક અરજદારો ઓનલાઈન વેબપોર્ટલ https://rte orpgujarat.com/ પર જઈ પોતે અરજી કરી શકશે.
RTE 2024-25 માટે કોણ અરજી કરી શકે છે?
બાળક ફરજિયાત ગુજરાતમાં રહેતુ હોવું જોઇએ. બાળકોનો જન્મ 1 જૂન, 2018 થી 31 મે, 2019 ની વચ્ચે થયો હોય.પરિવારની વાર્ષિક કૌટુંબિક આવક ₹1,00,000 થી ઓછી હોય.
જરૂરી ડોક્યુમેન્ટ
જન્મ પ્રમાણપત્ર
રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
અન્ય કોઈપણ જરૂરી ડોક્યુમેન્ટ જે શાળા દ્વારા માંગવામાં આવે
વાલીના ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ
રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
આવકનો દાખલો
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App