ચીનની જ લેબોરેટરીમાં જન્મયો જીવલેણ કોરોનાવાયરસ, ભરખી ચૂક્યો છે 1800 જીવ

ચીનમાં ફેલાયેલો કોરોના વાયરસ હવે અત્યાર સુધી 1800 લોકોનો જીવ લઇ ચુક્યો છે. આ ખતરનાક વાયરસએ આખી દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે.ઘણા દેશના વૈજ્ઞાનિકો આનો ઈલાજ શોધવામાં મંડ્યા છે પરંતુ તેમને કોઇ સફળતા નથી મળી. એવામાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે આ કોરોના વાયરસ દુનિયામાં આવ્યો કઈ રીતે?

રિપોર્ટ અનુસાર આ જીવલેણ વાયરસની શરૂઆત ચીનના હુબેઇ પ્રાંતથી થઈ હતી. આ વાઇરસનો સૌથી ભયાનક પ્રભાવ હુબેઇની રાજધાની વુહાનમાં જોવા મળ્યો હતો. એક રિપોર્ટ અનુસાર ચીનના કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ વાઇરસનો જન્મ વુહાનના મચ્છી માર્કેટ થી થોડે દૂર આવેલા એક સરકારી રિસર્ચ લેબમાં થયો હતો.

ચીનની સરકારી સાઉથ ચાઇના યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના અનુસાર વુહાન સેન્ટર ઓફ ડીસિઝ કંટ્રોલમાં આ વાયરસ જન્મ લઈ શકે છે.તેના પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે કે લેબોરેટરીમાં એવા જનાવરોને રાખવામાં આવે છે જેમનાથી આવી બીમારીઓ ફેલાઈ શકે છે. આ લેબોરેટરીમાં 605 ચામાચીડિયા રાખવામાં આવ્યા હતા. જેના લીધે કોરોના વાયરસ ફેલાવાની શંકા જણાઈ રહી છે.

આ ઉપરાંત આ યુનિવર્સિટીએ રિસર્ચ પેપરમાં પણ કહ્યું છે કે આ વાયરસ માટે જવાબદાર ચામાચીડિયાએ  એક વખત રીસર્ચર પર હુમલો કરી દીધો. જેનાથી ચામાચીડિયાનું લોહી તેની ચામડી ઉપર ભળી ગયું.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ વાયરસથી પીડિત દર્દીના શરીરમાં જીનોમ સિકવંસ 96 કે 89 ટકા હતું જે બૈટ CoCzc4 કોરોના વાયરસના સમાન છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દેશી ચામાચીડિયા વુહાનના સી ફૂડ માર્કેટ થી લગભગ ૬૦૦ માઈલ દૂર મળી આવે છે. લોકોને ચામાચીડિયા ન ખાવાની સલાહ આપવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે એક રિસર્ચરે જણાવ્યું હતું કે ચામાચીડિયાનું લોહી ચામડી આવ્યા બાદ તેણે પોતાની જાતને બે અઠવાડિયા સુધી અલગ રાખી હતી.રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાં પહેલી વખત સંક્રમિત થયેલા ડોક્ટરોની ટીમને યુનિયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કદાચ આ જ શરૂઆતી દર્દીઓ દ્વારા આસપાસ તે ફેલાઈ ગયો.જોકે રિપોર્ટમાં આ પણ કહેવામાં આવ્યું છે કે બની શકે છે કે ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીએ આ વાઇરસને લીક કરી દીધો હોય.

જણાવી દઈએ કે ચીનમાં આ વાયરસના સંક્રમણના 2048 નવા કન્ફર્મ કેસો સામે આવ્યા છે અને રવિવારે 31 પ્રાંતીય સરકારના ક્ષેત્રો અને શિંજીયાંગ પ્રોડક્શન એન્ડ કોપસમાં 105 મૃત્યુ થયા.ચીની સ્વાસ્થ્ય પ્રાધિકરણે સોમવારે આ જાણકારી આપી છે.

ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ કહ્યું કે ચીન કોરાના વાયરસનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે અને તેમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં આ સંકટમાંથી દેશ બહાર નીકળી આવશે.વાંગ યીએ આ વાત 56 માં મ્યુનીખ સુરક્ષા સંમેલનમાં ભાગ લેતી વખતે કહી હતી.

ચીનમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા કુલ 10,844 દર્દીઓને રવિવારે સાંજ સુધીમાં થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ચીની સ્વાસ્થ્ય પ્રાધિકરણએ સોમવારે આ જાહેરાત કરી. સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર,રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ પોતાના રોજિંદા રિપોર્ટમાં કહ્યું છે કે રવિવારે 1,425 લોકોને ઠીક થયા બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *