હાલ એક એપાર્ટમેન્ટના ફ્લેટના બાથરૂમમાંથી મૂક-બધિર ફિયાન્સ-ફિયાન્સી મૃત હાલતમાં મળી આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 15 દિવસ પહેલાં જ મૃતક ધ્રુતિકુમારી અને અર્પિતની સગાઈ થઈ હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતા હતા. 5 દિવસથી સાસરે રહેતી ધ્રુતિકુમારી સગાઈ બાદ ખૂબ જ ખુશ હતી. બન્નેનાં રહસ્યમય મોતને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે. મંગળવારની સાંજે બનેલી ઘટના બાદ અઠવા પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી શરુ કરીને મૃત્યુનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે.
સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા રાજનગરમાં મૂળ ધરમપુર વલસાડની ધ્રુતિકુમારી જયેશભાઈ ટેલર જેની ઉંમર 21 વર્ષ છે. તે પરિવાર સાથે રહેતી હતી. તે પરિવારની એકની એક દીકરી એ પણ બોલી અને સાંભળી ન શકતી ન હતી. તેનો એક ભાઈ અને તેના પિતા દરજી કામ કરે છે. ધ્રુતિકુમારી ઘરમાં સાડી ભરવાનું કામ કરે છે. સુરતના નાનપુરા ખાતે રહેતા અર્પિત નરેશભાઈ પટેલ સાથે તેની 15 દિવસ પહેલાં સગાઈ થઈ હતી. 5 દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેતી હતી. એપ્રિલમાં લગ્ન કરવાની વાત કરતા હતા.
નાનપુરા વિસ્તારમાં આવેલી શ્રીરંગ સોસાયટીમાં અર્પિત નરેશભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો. તેને એક બહેન છે. અને પિતા આયુર્વેદિકનું દવાખાનું ચલાવે છે. મૂક-બધિર અર્પિત મોલમાં નોકરી કરતો હતો. 31 જાન્યુઆરીના રોજ અર્પિતની ધ્રુતિકુમારી સાથે સગાઈ થઈ હતી. આ દરમિયાન છેલ્લા પાંચ દિવસથી ધ્રુતિકુમારી સાસરે રહેવા આવી હતી. સગાઈ બાદ બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી ચેટિંગ કરતાં હતાં.
ગઈ કાલે સાંજે અર્પિતની બહેન ઘરે આવ્યા ત્યારે ભાઈ અને ભાભી ન દેખાતાં તેને શોધખોળ કરી તો બાથરૂમમાંથી મૃત મળી આવ્યા હતા. જેથી 108 બોલાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. બાથરૂમમાં ગીઝર-ગેસનું લીકેજ થવાથી ગૂંગળામણથી મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
પરિવારજનોએ જણાવ્યું હતું કે, બન્ને એકબીજા સાથે વાત ન કરી શકતાં હોવાથી કલાકો સુધી સોશિયલ મીડિયામાં ચેટિંગ કરી પ્રેમનો એકરાર કરતાં હતાં. એકબીજા વગર ચાલતું પણ ન હતું. 5 દિવસથી ધ્રુતિકુમારી તેના સાસરે રહેતી હતી. જયારે બાથરૂમમાંથી બંનેના મૃત મળ્યા ત્યારે પાણીનો નળ પણ ચાલુ હતો અને દરવાજો પણ ખુલ્લો હતો.
ધ્રુતિકુમારી નવસારી ખાતે આવેલી કોઠારી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આ દરમિયાન અર્પિતનો સંપર્ક થયો હતો. બંને સાથે ભણતા હતા. બંનેને મનમેળ થતા પરિવાર દ્વારા પણ સંમતિ આપવામાં આવી હતી. સગાઈ પછી બે દિવસ પહેલા જ પરિવારના અક લગ્ન પ્રસંગમાં પણ સાથે ગયા હતા.
ડો. નિશા ચંદ્રાએ જણાવ્યું હતું કે, ધ્રુતિકુમારી અને અર્પિતના હિસ્થોપેથો અને ફેફસાના નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બન્નેના મૃત્યુનું કારણ ગેસ ગૂંગળામણના કારણે થયું હોય તેવું કહી શકાય છે. જોકે, સાચી ઘટના શું બની તે રીપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle