સુરત(ગુજરાત): સુરતના માંગરોળ તાલુકાના વનીકરણ રેંજના ઝંખવાવ ગ્રાઉન્ડમાં ફોરેસ્ટર તરીકે નોકરી કરતા અમૃતભાઇ માલી છે. ઝંખવાવ માંડવી વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વીસ ડાલિયા ગામના પાટિયા નજીક અમૃતભાઇ માલીને કાર ચાલકે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
મૂળ ડાંગ જિલ્લાના વતની અમૃતભાઈ મનસુભાઈ માલી હતા. તેઓ છેલ્લા 4 વર્ષથી માંગરોળ વનીકરણ રેંજમાં નોકરી કરતા હતા. તે વતનથી માંગરોળ પોતાની બાઈક પર આવી રહ્યા હતા. ત્યારે વીસડાલિયા ગામ પાસે કારચાલકે તેમને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી. જેને કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
સ્થાનિક લોકોએ અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને અકસ્માત ગ્રસ્ત વાહનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટનાની જાણ માંગરોળ વનીકરણ રેન્જ કચેરીમાં થતા કર્મચારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.