મોત બનીને આવ્યો ટેમ્પો અને દોઢ વર્ષના માસુમ બાળકને જીવતો કચડી નાખ્યો, જાણો કયાની છે આ ઘટના

સમગ્ર ગુજરાતમાં અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. જેમા ઘણા લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે વડોદરાથી એક દિલધડક ઘટના સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

વડોદરા શહેરમાં માતૃત્વના દિવસ પર જ એક માતાએ પોતાના દોઢ વર્ષના માસુમ બાળકને ગુમાવવાનો વારો આવ્યો છે.  ઘટના એવી બની હતી કે પોતાના ઘર પાસે રમી રહેલા દોઢ વર્ષના બાળક પર ટેમ્પા ચાલકે પોતાના ટેમ્પાનું આગળનું ટાયર બાળક પર ચઢાવી દેતા બાળકનું ઘટના સ્થળે જ કચડાઈને મોત થયું હતું. જેના લીધે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

વડોદરા (Vadodara) ના આજવા રોડના લક્ષ્મીનગર (Laxminagar) એકતાનગર ખાતે 33 વર્ષીય હમીદ ઉલ્લા અંસારી ઘરે જ સિલાઈ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની, 6 વર્ષની દીકરી અને દોઢ વર્ષનો પુત્ર મહંમદ હાસીમ હતો. દોઢ વર્ષનો માસૂમ બાળક મહંમદ હાસીમ ઘર પાસે એકલો રમતો હતો તે દરમિયાન મરઘી ભરેલો પિક અપ વાન ટેમ્પો ત્યાં આવ્યો. બાળક રમતો રમતો પિક અપ વાન પાસે પહોંચ્યો હતો, ત્યારબાદ તે વાનની આગળ ઊભો થઈ જાય છે.

વડોદરા શહેરના આજવા રોજ નજીક લક્ષ્મીનગર એકતાનગર ખાતે 33 વર્ષના હમીદ ઉલ્લા અંસારી પોતાના ઘરે જ સિલાઈનું કામ  કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં કુલ ત્રણ જણા પત્ની, 6 વર્ષની દીકરી અને દોઢ વર્ષનો પુત્ર મહંમદ હાસીમ હતો. આ દોઢ વર્ષનો માસુમ બાળક મહંમદ હાસીમ પોતાના ઘર નજીક એકલો રમી રહ્યો હતો. ત્યારે તે સમયે મરઘી ભરેલ ટેમ્પો ત્યાં આવ્યો હતો અને બાળક પોતાની રમતમાં આ ટેમ્પા પાસે પહોચ્યો હતો અને તે તેમાં સામે ઉભો રહી જાય છે.

જયારે ટેમ્પા ચાલકને આ ખબર ન હોવાથી તે ટેમ્પાને આગળ ચલાવે છે અને બાળક ટેમ્પાના આગળના ટાયર નીચે આવે છે જેને કારણે તેમનુ કચડાઈને તેમનું ઘટના સ્થળે જ મોત થાય છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTVમાં બતાય રહ્યું છે કે ટેમ્પા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે.

આ સમગ્ર ઘટના મામલે જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે તાત્કાલિક ધોડી આવે છે. જયારે લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળવાને કારણે આ ટેમ્પામાં ભારે તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના વિષે જાણ થતા જ બાપોદ પોલીસ ટુકડી તાત્કાલીક જ ઘટના સ્થળે ધસી આવી હતી. પોલીસે ટેમ્પાચાલક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ તેજ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *