ભાવનગરમાં મિત્રની નજર સામે જીવતો સળગ્યો જીગરજાન મિત્ર- દર્દનાક ચીસો સાંભળતો રહ્યો પણ ભાઈબંધને બચાવી ના શક્યો 

Bhavnagar News: ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા ભાવનગર શહેર માંથી સામે આવી છે. ભાવનગર શહેરના ટોપ3 રીંગ રોડ પર એક કારમાં આગ લાગતાં એક વ્યક્તિ જીવતો ભુંજાયો છે, સ્થાનિક લોકો અને હોમગાર્ડ્ઝ જવાનોએ સદનસીબે કાર ચાલકને બહાર ખેંચી લેતા તેનો આબાદ બચાવ થયો છે.

કાર ચાલકને આ અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે દાઝી જતા તેને 108 મારફત સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જયારે આ સમગ્ર ઘટનાની જણા પોલીસને થઇ ત્યારે તેઓ તરતજ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોચ્યા હતા. ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને સળગતી કાર પર પાણીનો છંટકાવ કરી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.

મળેલી માહિતી અનુસાર ભાવનગર શહેરના ઘોઘા રોડ પર રહેતા મુકેશ બારૈયા અને વિનોદ મકવાણા નામના બે મિત્રો પોતાની મારુતિ ઝેન કાર લઈને મંત્રેસ સર્કલથી ટોપ તરફ જઈ રહ્યા હતા. મુકેશ બારૈયા કાર ચલાવી રહ્યા હતા અને ત્યારે વિનોદ મકવાણા તેમની બાજુમાં બેઠા હતા. રિંગ રોડ પર કાર પૂરપાટ ઝડપથી જઈ રહી હતી. તેજ સમયે કાર ચાલક મુકેશ બારૈયાએ કાર પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડી વીજપોલ સાથે અથડાય ગઈ હતી.

વીજપોલ સાથે અથડાતની સાથે જ LPG ગેસ કીટ ધરાવતી કારમાં અચાનક વિકરાળ આગ લાગી હતી. આગ લાગતાં કાર ચાલક મુકેશ બારૈયાને રિંગરોડ પર બેસવા આવતા સ્થાનિક લોકો અને હોમગાર્ડ જવાનોએ ખેંચીને બહાર કાઢી લીધો હતો. તેથી મુકેશ બારૈયાનો બચાવ થયો હતો. પરંતું મુકેશને દાઝી જતાં તેને ગંભીર હાલતે હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડવામાં આવ્યો હતો.

કારમાં સાથે બેસેલા મિત્ર વિનોદ મકવાણાને કાર માંથી બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. તેથી કારમાં લાગેલી આ ભીષણ આગમાં તે જીવતો ભુંજાઇ ગયો હતો. તેથી વિનોદ મકવાણાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ટીમ સાથે તરતજ ઘટના સ્થળે આવીને પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *