કોરોના વૈક્સીનના બદલે મળ્યું મોત: સુરતમાં રસી મુકાવ્યાના 24 કલાકમાં જ વૃદ્ધ મહિલાનું મોત

ગુજરાતમાં કોરોનાને હરાવવા યુદ્ધના ધોરણે વૈક્સીનનો બીજો ડોઝ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ વૈક્સીનની આડઅસર સામે આવી રહી છે. આજરોજ આવી જ એક ઘટના સુરત માંથી સામે આવી છે. સુરતના કામરેજ વિસ્તારમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવી રહ્યા છે.

સુરતના કામરેજ વિસ્તારમાં કોરોનાની રસી લીધાના 24 કલાક પછી એક 76 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. રસી લેવાના બીજા દિવસે, તેણે શ્વાસ લેવાની સમસ્યાઓ અને નબળાઇની ફરિયાદ શરૂ કરી. પરિવારજનો તેને કામરેજના આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા. જ્યાં તેની ગંભીર હાલત જોઈને ડોક્ટરોએ તેને બીજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. પરિવાર તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું હતું.

કામરેજ પોલીસે સિવિલ હોસ્પિટલમાં મોતનું કારણ શોધવા માટે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે. મૃતકના જમાઈ રાકેશભાઈએ જણાવ્યું હતું કે, વેક્સિન લીધા પહેલાં રમીલાબેન બીમાર હતાં, તાવ અને શરદીની ફરિયાદ બાદ દવા પણ લેતાં હતાં. શુગર અને પ્રેશરના દર્દીને તપાસ કર્યા વગર વેક્સિન અપાઈ કે નહીં એ જ એક મોટો પ્રશ્ન છે. વેક્સિન લીધા બાદ રાત્રે જ રમીલાબેનને માથું દુખવાનું અને ચક્કરની ફરિયાદ ઊઠી હતી. સવાર પડતાં ગામના PHC પર લઈ જતાં ઓક્સિજન લેવલ ઓછું થાય છે કહી ડોક્ટરોએ તાત્કાલિક સંજીવની હોસ્પિટલમાં રિફર કરી દીધા હતા.

પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, રમીલાબેન છેલ્લા 15 થી 20 વર્ષથી વિવિધ રોગોની સારવાર લઈ રહ્યા હતા. બ્લડ પ્રેશરની પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ મોટી બીમારી નહોતી. પરંતુ વેક્સિન લીધા પહેલાં રમીલાબેન બીમાર હતાં, તાવ અને શરદીની ફરિયાદ બાદ દવા પણ લેતાં હતાં. શુગર અને પ્રેશરના દર્દીને તપાસ કર્યા વગર વેક્સિન અપાઈ કે નહીં એ જ એક મોટો પ્રશ્ન છે. વેક્સિન લીધા બાદ રાત્રે જ રમીલાબેનને માથું દુખવાનું અને ચક્કરની ફરિયાદ ઊઠી હતી. સવાર પડતાં ગામના PHC પર લઈ જતાં ઓક્સિજન લેવલ ઓછું થાય છે કહી ડોક્ટરોએ તાત્કાલિક સંજીવની હોસ્પિટલમાં રિફર કરી દીધા હતા.

કામરેજ મોરથાણા નવા ફાડીયોમાં રહેતા 76 વર્ષીય રમીલાબેન રતિલાલ રણછોર ભાઈ પટેલને ગામની પ્રાથમિક શાળામાં મંગળવારે સવારે 11:51 વાગ્યે રસી આપવામાં આવી હતી. તેમને શ્વાસની તકલીફ અને નબળાઇની ફરિયાદ કરતાં બુધવારે સવારે આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા. જ્યાં તબીબોએ ગંભીર હાલત જોઇને રિફર કર્યા હતા. રમીલાબેનને સંતાનમાં એક જ દીકરી છે. મધ્યમ વર્ગનો પરિવાર છે.

અત્રે ઉલેખનીય છે કે, વેક્સિન લીધા બાદ માત્ર કામરેજમાં નહિ, પણ આખા સુરતમાં અનેક લોકોની અગાઉ તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, પણ અનેક લોકોને દાખલ કરવા પડે એવી સ્થિતિ ઊભી થઈ હતી. રસીની આડઅસર થતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જોકે આ બાબતે કોઈપણ સત્તાવાર બોલવા તૈયાર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *