સુરત(ગુજરાત): હાલમાં રાજ્યમાં ઘણો રોગચાળો ફેલાયો છે. ત્યારે સુરત(surat)માં પણ ઝાડા-ઉલટીને લીધે ઘણાનાં મોત નીપજ્યા છે. જાણવા મળ્યું છે કે, સુરતના સાયણ(Sayan)ના આદર્શનગર(Adarshnagar) 2 અને 3માં તૂટેલા ગટરલાઈન અને સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીને કારણે પીવાનું પાણી દૂષિત થતાં બે જ દિવસમાં ઝાડા ઉલ્ટીના 150થી વધુ કેસ નોંધાયા છે. જેમાં આજે આદર્શનગર-3માં રહેતા એક 5 વર્ષના બાળક અમન કમલેશ રાય(Aman Kamlesh Rai)નું ઝાડા ઉલ્ટી અને તાવ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે અવાયું છે. ગયા વર્ષ બાદ ફરી આ વર્ષે પણ સાયણમાં રોગચાળો વકર્યો છે.
જાણવા મળ્યું છે કે, ગામના નીચાણવાળા અને પરપ્રાંતીય શ્રમિકોની વસ્તી ધરાવતા આદર્શનગર 1, 2 અને 3માં સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરી ન થવા ઉપરાંત ડ્રેનેજની લાઈનોનું સમયસર રીપેરીંગ કે ગંદકી યુક્ત પાણીનો નિકાલ ન થતા મચ્છરોને ઉપદ્રવ ઘણો થાય છે. આટલું જ નહિ પરંતુ અહીં પીવાના પાણી અને ડ્રેનેજની પાઇપલાઇન એકસાથે જ નાખી હોવાથી ડ્રેનેજના પાણી પીવાના પાણીની લાઈનમાં ભરઈ જતા પીવાનું પાણી દૂષિત આવે છે. આ દરમિયાન, આદર્શ નગર 2 અને 3ની વાત કરીએ તો અહીં ગ્રામ પંચાયત દ્વારા ડ્રેનેજની પૂરતી વ્યવસ્થા ન કરવા સાથે જે લાઈન નાખી છે તે પણ તૂટેલી હાલતમાં હોવાથી મળમૂત્ર વાળા પાણીનો ઠેર ઠેર જાહેર સ્થળોએ ભરાવો થાય છે.
આ દરમિયાન, આ વિસ્તારમાં ફરીવાર રોંગચારો ફેલાતા બે જ દિવસમાં ઝાડ ઉલ્ટીના 150થી વધુ કેસો નોંધાયા છે. જ્યારે 3 દિવસ અગાઉથી રોગચાળો ફેલાયો હોવાથી અહીંના લોકોએ ગ્રામ પંચાયતને ફરિયાદ કરવા છતાં કોઈપણ પ્રકારે કામગીરી ન કરવામાં આવતા શુક્રવારની રાત્રે અનેક લોકોને સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાણવા મળ્યું છે કે, મોડી રાત્રિથી જ આરોગ્ય વિભાગ હરકતમાં આવી સ્ટાફને તપાસમાં કામે લગાડવા સાથે બીમાર લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
હાલ ફેલાયેલા રોગચાળામાં સૌથી વધુ યુવકો અને બાળકો ઝાડા ઉલ્ટીના રોગનાં શિકાર બન્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકીના મહત્તમ યુવાનો અને માસૂમ બાળકો છે. જે પૈકી એક 5 વર્ષીય બાળક અમન કમલેશ રાયનું મોત નીપજ્યું છે. ડોકટરોનું કહેવું છે કે, હજુ કેટલાક બાળકોની હાલત વધુ નાજુક છે. ઝાડા-ઉલ્ટીનો શિકાર થયેલા લોકો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. જ્યારે પ્રાથમિક સારવારથી સારા થવાની આશાએ બેઠેલા લોકોની શુક્રવારની રાતથી હાલત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બીજી બાજુ આરોગ્ય કર્મચારી દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.