સુરત(ગુજરાત): હાલમાં સુરતમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં સોની ફળિયાની એક સાત વર્ષીય બાળકીની શારીરિક છેડતી પ્રકરણમાં લાજપોર જેલમાં મોકલી અપાયેલા આધેડને આજે સિવિલ લાવતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો હતો કે, છેડતીના આરોપ બાદ લોકોએ વૃદ્ધ વસંતભાઈને માર મારી પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. તારીખ 11 જુલાઈએ શારીરિક છેડતી કરનારને બેડ મેનર્સ કહીને ત્યાંથી ભાગી આવી હતી અને ઘરે માતાને વાત કરતાં સોસાયટીમાં હોબાળો મચી જવા પામ્યો હતો.
આ મામલે અઠવા પોલીસે જણાવ્યું હતું કે, 11 તારીખે એક સાત વર્ષીય પુત્રી બિલ્ડિંગમાં રમી રહી હતી. આ દરમિયાન, તેનો બોલ એક ફ્લેટમાં જતાં તે લેવા માટે અંદર ગઇ હતી. આ ફ્લેટમાં રહેતા વસંત ઠાકોર સુરતીએ આ બાળકીને પકડી રમાડવાના બહાને હાથ ઉપર કિસ કરી શારીરિક છેડતી કરી હતી. જોકે, બાળકી બેડ મેનર્સ કહીને ત્યાંથી ભાગી આવી હતી. બે દિવસ બાદ બાળકીએ માતાને વાત કરી હતી. સોસાયટીની મિટિંગમાં બાળકીએ પોતાની સાથે અશ્લીલ હરકત કરનાર હવસખોર ઓળખી બતાવતાં હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે રહીશો દ્વારા પોલીસ બોલાવી ગુનો નોધી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ આધેડને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો.
આ દરમિયાન, આજે મોડી સાંજે વસંતભાઈની તબિયત લથડતા તેમને સારવાર માટે સિવિલ લઇ જવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારનું કહેવું છે કે, વસંતભાઈનું મોત જેલમાં જ થઈ ગયું હતું. એટલું જ નહીં પણ જે તે સમયે લોકોના હાથે ઘવાયેલા વસંતભાઈની યોગ્ય સારવાર ન કરાતા તેમનું મોત થયું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. જોકે, પોસ્ટમોર્ટમ બાદ વસંતભાઈની મોતનું સાચું કારણ જાણી શકાશે એવું પોલીસે જણાવ્યું હતું.
આ અંગે ખુશ્બુએ જણાવ્યું હતું કે, હું સોમવારે પપ્પાને મળવા ગઈ હતી ત્યારે જ પપ્પાની તબિયત બગડેલી હતી. હાથ પર બોટલ ચઢાવવામાં આવી હતી. વ્હીલ ચેર પર મુલાકાત આપી હતી. અમને ઓળખતા પણ હતા. ઘટનાના દિવસે પપ્પાને માથામાં માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પપ્પાની હાલત આવી થઈ ગઈ હતી. આજે અમે નાની બાળકીનો જન્મ દિવસ હતો એટલે એને લઈને મળવા ગયા હતા. જ્યાં અમને જેલવાળાએ કહ્યું જાવ સિવિલમાં લઈ ગયા છે. એમ પણ ન કહ્યું કે કેમ લઈ ગયા છે અને જીવિત નથી.
સિવિલ આવ્યા બાદ તપાસ કરતા એક સ્ટ્રેચર ઉપર સફેદ ચાદર ઓઢાડીને પપ્પાને સુવડાવવામાં આવ્યા હતા. મેં ચાદર ઉચકી તો એ જ મારા પપ્પા હતા. મૃત્યુનું કારણ પૂછ્યું તો જણાવવામાં આવ્યું ખબર નથી. મારા પપ્પાનું મૃત્યુ માથા ઉપર થયેલા મારને કારણે થયું છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા અમારી ફરિયાદ પણ લેવામાં આવી ન હતી. અમને ન્યાય મળવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.