ધ્વજવંદન કરી ઘરે પરત ફરી રહેલા શિક્ષિકાનું મોત- પોતાની જ કારનું ટાયર ફાટતા સર્જાયો ગોઝારો અક્સ્માત

લોકો અનેક કારણોસર પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે જાણવા મળ્યું છે કે 73મો ગણતંત્ર દિવસ (73rd Republic Day) એક શિક્ષિકા (teacher) માટે કાળમુખો બન્યો હતો. જયારે આ ઘટના અરવલ્લી જિલ્લા(Aravalli District)માં થઇ રહેલા ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન એક શિક્ષિકા સાથે સર્જાય હતી. આ અકસ્માત(Accident) અંગે કહેવામાં આવી રહ્યું છે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે જયારે શિક્ષિકા શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ આ કાર અકસ્માત સર્જાયો હતો જેમાં શિક્ષિકાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

શિક્ષિકા મહિલાનું નામ રાગીણી પટેલ છે જે કેતાલુકાના સરડોઈની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવતા હતા. શિક્ષિકા કાર લઈને રાયગઢથી સરડોઈ 73માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડાસાના ખંભીસર નજીક શિક્ષિકાના કારનું ટાયર ફાટતા કાર પલટી મારી જેના કારણે શિક્ષિકા રાગીણી પટેલનું ઘટના સ્થળે જ મોત થઇ ગયું હતું.

આ અંગે માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત અંગે તપાસ શરુ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને કારમાંથી વિધાથીર્ઓના પરીક્ષા પેપર મળ્યા હતા. જયારે શિક્ષિકાની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલી આપવામાં આવી છે. જયારે આ ઘટનાની જાણ થતા પરિવારજનો, શિક્ષકો તેમજ વિધાર્થીઓમાં દુઃખનું વાતાવરણ છવાયું હતું. શિક્ષિકાનું આટલી નાની ઉંમરે અચાનક મૃત્યુ થવાથી પરિવારજનો શોકમાં આવી ગયા છે. મળતી માહિતી અનુસાર હાલ પોલીસ દ્વારા આ ઘટના અંગે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *