દહેગામ(ગુજરાત): દહેગામ તાલુકાના નાંદોલ ગામની સીમમાં એક કાર ઝાડ સાથે ટકરાતાં યુવકનું મોત નીપજ્યું હતું. છેલ્લા ત્રણેક વર્ષથી મૂળ અજમેરનો યુવક દહેગામમાં રહેતો હતો. તેણે થોડા સમય પહેલાં જ એક સેકન્ડહેન્ડ કાર લીધી હતી. તે કાર લઈને ફરવા જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને કારણે કાર ઝાડ સાથે ટકરાઇ હતી.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાન અજમેર જિલ્લાના આદર્શનગર ગામે રહેતાં સત્યનારાયણ હરનાથજી ભડાણા ખાનગી કંપનીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્રણેક વર્ષથી તેમનો દિકરો નિરજ દહેગામમાં નાંદોલ રોડ પર આવેલ ઠાકોરનાથ રેસીડેન્સીમાં રહે છે. 15 દિવસ પહેલાં જ તેણે સેકન્ડહેન્ડ કાર લીધી હતી. યુવક કાર લઈને સોમવારે વહેલી સવારે જી રહ્યો હતો. ત્યારે નાંદોલ રોડ પર કર પરથી કાબૂ ગૂમાવતા કાર રોડથી નીચે ઉતરી ગઈ હતી.
ત્યારબાદ કાર ફેન્સિંગના થાંભલા અને ઝાડ સાથે ટકરાઈ હતી. જેને કારણે યુવકને મોઢા અને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સમયે કારની સ્પીડ વધુ હોવાનું સામે આવી રહી છે. કાર એટલી જોરમાં લીમડાના ઝાડ સાથે ટકરાઈ હતી કે ઝાડ પણ તૂટી પડ્યું હતું. કારનું પડીકું વળી ગયું હતું. જોકે યુવક ક્યાં જતો હતો કે આવતો હતો તે અંગે હજુ સામે આવ્યું નથી. કારણ કે, તે અકસ્માત સમયે એકલો હતો. ત્યારબાદ પોલીસે યુવકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને લાશ સોંપી હતી. અકસ્માત અંગે પોલીસે મૃતકના ફોન પરથી તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી. જેને કારણે સત્યાનારાયણભાઈ બીજા દિકરા અને જમાઈ સાથે રાજસ્થાનથી દહેગામ આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.