રાયમોહન પરિદા(Raymohan Parida) ઓડિશા(Odisha) સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા, જે હવે આ દુનિયામાં નથી. તાજેતરમાં જ તેમના મૃત્યુના સમાચાર મળ્યા છે, જેના કારણે તેમના પરિવાર અને ચાહકોમાં શોકની લહેર છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મો, થિયેટર, ટેલિવિઝન અને જાત્રામાં અભિનય કરનાર રાયમોહન પરિદા શુક્રવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રારંભિક અહેવાલોમાં, અભિનેતાના મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ, અત્યાર સુધી આ રીતે અચાનક જીવનનો અંત લાવવાનું કારણ જાણી શકાયું નથી.
રાયમોહન પરિદાનો જન્મ 10 જુલાઈ 1963ના રોજ થયો હતો. તેમણે 100થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. જેમાંથી 40 ફિલ્મો બંગાળી સિનેમાની હતી અને બાકીની ઓડિશા ભાષામાં હતી. અભિનેતાએ પોતાના કરિયરની શરૂઆત ઓડિશા ફિલ્મ ‘સાગર’થી કરી હતી.
અભિનેતાની લોકપ્રિય ફિલ્મોમાં ‘બંધના’, ‘છઠ્ઠી ચિરડેલ તુ’, ‘કાલીશંકર’, ‘તો બિના મો કહાની આધા’, ‘અસિબુ કેબે સાજી મો રાની’, ‘તુ થીલે મો દારા કહકુ’, ‘નીજા રે મેઘા મોટે’, ‘તો દર્દ નેબી મુ સાહે જન્મ’, ‘દે મા શક્તિ દે’, ‘રક્તે લખી ના’, ‘મો મન ખલી તુમ્હારી દર્દ’, ‘ઉડંડી સીતા’નો સમાવેશ થાય છે.
તેમણે ફિલ્મો ઉપરાંત ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. રાયમોહન ઓડિશાના જાણીતા જાત્રા અભિનેતાઓમાંના એક હતા અને તેઓ ઓડિયા જાત્રા વિશ્વના પ્રખ્યાત વિલન હતા. તેણે વિલન બનીને તેના ચાહકોમાં જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. તેમની ઘણી જાત્રાઓ ખૂબ જ લોકપ્રિય છે.
તેઓ તેમના પ્રખ્યાત ડાયલોગ ‘હે અનાની’ માટે જાણીતા છે. પરિદાને ઓડિશા સ્ટેટ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમને અભિનંદિયા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. ભલે તે હવે આ દુનિયામાં નથી, પરંતુ તેનો અભિનય તેના ચાહકોના દિલમાં હંમેશા યાદ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.