ખાંભાના સમઢીયાળાના તળાવમાં એક સાથે પિતા, પુત્ર અને પુત્રીનું ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ

3 people died after drowning in a lake in Khambha: રાજ્યના ખાંભા તાલુકાના સમઢીયાળા ગામની સીમમા આજે તળાવમા ડૂબી જવાથી એક જ પરિવારના ત્રણ લોકોના મોત નીપજયા છે. પરિવારમાં છ વર્ષનો બાળક ડૂબતા જોઈ તેને બચાવવા માટે બહેને પાણીમા ઝંપલાવ્યું હતુ અને ત્યારપછી બંનેને બચાવવા પિતા પાણીમા કુદયા હતા. જો કે ત્રણેયનુ ડૂબી જવાથી મોત નીપજ્યું છે.

એક જ પરિવારના ત્રણ લોકોના ડૂબવાની મોતની આ ઘટના ખાંભા તાલુકાના સમઢીયાળામા કાલે સાંજના બની હતી. પોલીસને મળેલી માહિતી અનુસાર અહીના દેવકુભાઇ રામજીભાઇ પરમાર (ઉમર 34 વર્ષ) તેમની પુત્રી માણેક (ઉમર 7 વર્ષ) અને પુત્ર બોખો (ઉમર 6 વર્ષ)નુ પાણીમા ડૂબી જવાથી મોત નીપજ્યું હતુ. આ પરિવાર પોતાના માલઢોર સાથે તળાવના કાંઠે જ રહેતો હતો.

ભાઈ અને બહેન બંને પાણી નજીકથી પસાર થતા હતા ત્યારે છ વર્ષનો બાળક અચાનક પાણીમા પડી ગયો હતો. અને તે ડૂબવા લાગ્યો હતો. જેથી તેની બહેન માણેક પણ તેને બચાવવા પાણીમા કુદી પડી હતી. અને તે પણ ડૂબવા લાગી હતી.પોતાના દીકરા અને દીકરીને ડૂબતા જોઇ દેવકુભાઇએ પણ બંનેને બચાવવા પાણીમા ઝંપલાવ્યું હતુ. જો કે ત્રણેયનુ ડૂબી જવાથી મોત થયુ હતુ.

આ બનાવ બન્યા પછી સમઢીયાળા ગામમાં દોડધામ મચી ગઇ હતી. સરપંચ અને ગામના લોકો ભેગા થઇ ગયા હતા. અને આ બનાવની જાણ થતા ખાંભા પોલીસ પણ ત્યાં દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય મૃતદેહોને પાણીમાથી બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે ખાંભા હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.

સરાણિયા પરિવાર તળાવના કાંઠે વસતો’તો
સમઢીયાળાના સરાણીયા જ્ઞાતિનો આ પરિવાર પશુપાલનનો વ્યવસાય કરે છે. અને પોતાના પશુઓ સાથે તળાવના કાંઠે જ ઝુંપડા બાંધીને રહેતો હતો. અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *