સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ગત વર્ષની સરખામણીએ વેપારમાં ઘટાડો, માત્ર 9000 કરોડનો ધંધો થવાની આશા

સ્માર્ટ સીટી સુરત, ડાયમંડ અને ટેકસ્ટાઈલ્સ તરીકે દેશ અને દુનિયામાં ખ્યાતિ પામ્યું છે.એશિયાની સૌથી મોટી ટેકસ્ટાઈલ્સ માર્કેટો સુરતમાં આવેલી છે. જે ટેકસ્ટાઈલ્સ માર્કેટ(Surat textile market)માં…

સ્માર્ટ સીટી સુરત, ડાયમંડ અને ટેકસ્ટાઈલ્સ તરીકે દેશ અને દુનિયામાં ખ્યાતિ પામ્યું છે.એશિયાની સૌથી મોટી ટેકસ્ટાઈલ્સ માર્કેટો સુરતમાં આવેલી છે. જે ટેકસ્ટાઈલ્સ માર્કેટ(Surat textile market)માં બહારથી વેપારીઓ અહીં વેપાર કરવા આવતા હોય છે.સુરત ટેકસ્ટાઈલ્સ માર્કેટનો મુખ્ય વેપાર દિવાળીના દિવસો હોય છે.આ 45 દિવસોમાં વેપારીઓ દ્વારા દર વર્ષે અંદાજીત 11 થી 12 હજાર કરોડનો વેપાર કરે છે. જ્યાં હાલ દિવાળીને માત્ર નવ દસ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે,ત્યારે હમણાં સુધી અંદાજીત 9 થી 10 હજાર કરોડ સુધીનો વેપાર થયો હોવાનો દાવો ફેડરેશન ઓફ સુરત ટેકસ્ટાઈલ્સ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા કરવામાં આવ્યો છે. જે વેપાર વધવાની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે.બીજી તરફ ફોસ્ટા ના પૂર્વ ડિરેકટર અને વેપારી રંગનાથ શારદાએ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર 9 હજાર કરોડનો જ વેપાર થવાની આશા વ્યક્ત કરી છે. એક રીતે સુરત ટેકસ્ટાઈલ્સ માર્કેટમાં દિવાળીની સિઝનનો કુલ વેપાર સમતોલ હોવાનું જાણવા મળે છે.

સુરતનો ટેકસટાઇલ ઉદ્યોગ દેશ અને દુનિયામાં જાણીતો છે. કસ્ટાઈલ્સ માર્કેટ(Surat textile market)નો મુખ્ય વેપાર દિવાળી પર રહેલો છે. દર વર્ષે સુરત ટેક્સટાઇલ માર્કેટ નો વાર્ષિક વેપાર અંદાજિત 11 થી 12 હજાર કરોડ રૂપિયાનો હોય છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સુરત ટેક્સટાઇલ માર્કેટનો વેપાર હાલ નવથી દસ હજાર કરોડ સુધી પોહચી ગયો હોવાનો દાવો ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના મહામંત્રી દિનેશ કટારીયા એ કર્યો છે. સુરત ટેક્સટાઇલ માર્કેટની સામાન્ય સીઝનો મંદિના માહોલમાંથી પસાર થઈ છે. જેથી સૌ કોઈ વેપારીઓ દિવાળીની સીઝનમાં સારા વેપારની આશા લગાવી બેઠા હતા. જે આશા વેપારીઓની અંતે ફળી છે અને હમણાં સુધીમાં નવથી દસ હજાર કરોડ સુધીનો વેપાર સુરત ટેક્સટાઇલ માર્કેટ ના વેપારીઓએ કરી લીધા હોવાનો દાવો કરાયો છે.

દિવાળીની સિઝનના કારણે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 200 થી વધુ ટ્રક માલ ભરી ટ્રાન્સપોર્ટ મારફતે અન્ય રાજ્ય બહાર જઈ રહી છે.. સુરત ટેક્સટાઇલ માર્કેટ(Surat textile market)માં મલ્ટીપલ પ્રોડક્ટના કારણે સારો એવો વેપાર થયો છે. આ અંગે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના મહામંત્રી દિનેશ કટારીયાએ જણાવ્યું હતું કે, રક્ષાબંધનના તહેવાર બાદ ટેક્સટાઇલ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. અન્ય તહેવારોની સરખામણીએ દિવાળીના તહેવાર દરમિયાન 25 થી 30 ટકા જેટલો વેપાર થતો હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન થતાં વેપારના કારણે અન્ય સિઝનના વેપારની ઓન સરભરા થઈ જાય છે.જેથી વેપાર બંધ થવાની સમસ્યા પણ ઉદભવતી નથી.વીતેલા દિવસોમાં પણ સારો વેપાર થયો છે.રક્ષાબંધન બાદ એકધારી વેપારના કારણે દિવાળી સુધીમાં જે વેપારનો લક્ષ્યાંક વેપારીઓએ ધાર્યો હતો, તે ધારણા મુજબ 9,000 હજાર કરોડ સુધીનો વેપાર નો લક્ષ્યાંક પૂર્ણ કરી લીધો છે.

સામાન્ય દિવસોમાં ટ્રાન્સપોર્ટ મારફતે 120 થી 125 જેટલી ટ્રકો સુરતથી અન્ય રાજ્યોમાં જતી હતી,જે ટ્રકોની સંખ્યા 240 થી વધુ રહી છે. જેના કારણે વેપારીઓના માલનું ડિસ્પેચિંગ પણ ખૂબ જ ઝડપી રહ્યું છે. વેપારીઓએ ડિસ્પેચિંગ નો લક્ષ્યાંક ધાર્યો હતો તે મુજબ હાલ મળી ચુક્યો છે. સુરત માત્ર સાડીના બિઝનેસ પૂરતું હક નથી પરંતુ હવે મલ્ટીપલ ફેબ્રિક્સ ના કારણે સારો વેપાર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મળી રહ્યો છે. જેથી તમામ સેક્ટર મળીને 10,000 કરોડ સુધીનો વેપારનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો હોવાનું અનુમાન છે.

બીજી તરફ ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ(Surat textile market) ટ્રેડર્સ એસોસીએશનના પૂર્વ ડિરેકટર અને વેપારી રંગનાથ શારદાના જણાવ્યા અનુસાર, દિવાળી નજીક આવતા જ વેપારીઓના ચહેરા ઉપર ખુશીની લાગણી જોવા મળે છે. દિવાળીનો તહેવાર એ વેપારીઓ માટે વર્ષ દરમિયાનની સૌથી મોટી વેપાર માટેની સિઝન ગણવામાં આવે છે. હાલ પ્રતિદિવસ સુરત થી 200 જેટલી ટ્રકોનું રાજ્ય બહાર ડિસ્પેચિંગ થાય છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો દિવાળીની સિઝન નબળી રહી છે. અગાઉ દિવાળીના નજીકના દિવસોમાં 400 થી 450 જેટલી ટ્રકોનું સુરતથી રાજ્ય બહાર ડિસ્પેચિંગ થતું હતું, જે ચાલુ વર્ષે ખૂબ જ ઓછું રહ્યું છે.દિવાળી પછીની તમામ સીઝનો હાલ નબળી રહેવાના કારણે વેપાર પણ મંદ રહ્યો છે. જોકે ગૌરી ગણેશ વિસર્જન બાદ માર્કેટમાં હાલ તેજીનો માહોલ જોવા મળતા વેપારીઓના ચહેરા પર વેપારની નવી આશા જોવા મળી છે.

ગત વર્ષે દિવાળી દરમ્યાન સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા 12,000 કરોડનો વેપાર કરવામાં આવ્યો હતો,જે ચાલું વર્ષે માત્ર 9 હજાર કરોડ સુધી સીમિત રહ્યો છે. જે લક્ષ્યાંક વેપારીઓ પૂર્ણ કરે તેવી આશા છે.જો કે ગત વર્ષની તુલનાએ ચાલું વર્ષનો વેપાર ખૂબ જ મંદ રહ્યો છે. હાલ જે માલ સુરત થી જઈ રહ્યો છે તે માત્ર 200 રૂપિયાથી લઈ રૂપિયા 500 સુધીની કિંમતની સાડી નો માલ અન્ય રાજ્ય બહાર જઈ રહ્યો છે. જોકે ભારે કિંમતની સાડીઓનો માલ દિવાળીના દિવસો નજીક હોવાથી ખૂબ જ ઓછો ડિસ્પેચ થઈ રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વેપારીઓ દ્વારા માલનો સ્ટોક ખૂબ જ ઓછો કરવામાં આવ્યો હતો. પરંતુ જે માલનો સ્ટોક કર્યો હતો તે સંપૂર્ણ ડીસ્પેચિંગ થવાના કારણે માલનું પેમેન્ટ પણ ઝડપથી મળી રહે તેવી આશા વેપારીઓને જાગી છે.

ફોસ્ટાના પૂર્વ ડિરેક્ટરના જણાવ્યા અનુસાર. ગત વર્ષે સુરત ટેક્સટાઇલ માર્કેટ(Surat textile market) ના વેપારીઓ દ્વારા 12 હજાર કરોડ સુધીનો વેપાર કરવામાં આવ્યો હતો. જે વેપાર માત્ર 45 દિવસની અંદર જ સમેટી લેવાયો હતો. જોકે ચાલુ વર્ષે માત્ર વેપાર નો લક્ષ્યાંક 9 થી 10,000 હજાર કરોડ સુધીનો જ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. એક રીતે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે વેપાર મંદ રહ્યો હોવાનો સુર વેપારીઓ આલાપી રહ્યા છે.જ્યાં ટેકસ્ટાઈલ્સ માર્કેટનો વેપાર એક રીતે સમતોલ રહ્યો છે.જો કે ટેકસ્ટાઈલ્સ માર્કેટને દિવાળી ફળી હોય તે વાતને પણ નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *