હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાનો ખેર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત ઉપર વધુ એક મુશ્કેલી આવી છે. દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું (Cyclone) સક્રિય થયું છે. આ વાવાઝોડાનું નામ “ગતિ” (Gati cyclone)અપાયું છે. આ વાવાઝોડું વધુ મજબુત બની આગળ વધી રહ્યું છે. જોકે, આ વાવાઝોડું સોમાલિયાના દરિયા કિનારે ટકરાશે. જેથી ગુજરાત માટે કોઈ ચિંતા નથી. પરંતુ ગતિ વાવાઝોડાના કારણે ગુજરાતમાં ઠંડી (Winter)વધવાની શક્યતાઓ છે.
હાલમાં વાતાવરણે જોતા ગતિ વાવાઝોડું ગુજરાતથી દૂર છે અને યમન તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 6 કલાકે 32 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે. પવનની ગતિ 120થી 130 છે જે વધીને 145 કિલોમીટરની થઈ શકે છે. તેમ છતા પણ ગુજરાતના દરિયા કિનારાને એલર્ટ કરી દેવામાં આવ્યો છે.
ગતિ વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય છે અને યમન તરફ આગળ વધશે. ત્યારે હાલ જાફરાબાદ, વેરાવળ, પોરબંદર અને માંગરોળમાં 2 નંબરનું સિગ્નલ અપાયું છે. માછીમારી કરી રહેલ બોટોને બંદર પર ખસી જાવા સૂચના અપાઈ છે. તો દરિયામાં ગતિ વાવાઝોડું સક્રિય હોવાના કારણે વેપાર માટે જતા જહાજોને પણ ન જવા માટે સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં ગતિ વાવાઝોડું સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે. તેમ છતાં પણ ગુજરાતના વાતાવરણને અસર નહીં થાય. પરંતુ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle