કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 એ ભારતીય સેલેબ્સની ચર્ચા હતી. ભારતીય ફિલ્મો, ડોક્યુમેન્ટ્રીથી માંડીને ભારતીય કલાકારોના રેડ કાર્પેટ લુક્સ, દરેકે આખી દુનિયાને આકર્ષિત કરી. પરંતુ આ બધામાં દીપિકા પાદુકોણ સૌથી આગળ રહી. કાન્સના છેલ્લા દિવસે તેણે તેના સુંદર દેખાવથી આખી દુનિયાને મોહિત કરી.
દીપિકા પાદુકોણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કાન્સના રેડ કાર્પેટ પરથી તેના છેલ્લા દેખાવની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.
દીપિકા પાદુકોણે પોતાનો દેશી લુક પસંદ કર્યો હતો. કાન્સના સમાપન સમારોહ માટે તેણે રફલ્ડ સફેદ સાડી પસંદ કરી હતી.
દીપિકા પાદુકોણની આ સાડી પ્રખ્યાત ડિઝાઇનર્સ અબુ જાની-સંદીપ ખોસલાએ ડિઝાઇન કરી હતી. તેણે આ સાડી સાથે મોતીના હાર અને સુંદર કાનની બુટ્ટીઓ પહેરી હતી.
દીપિકા પાદુકોણે જે પર્લ નેકપીસ પહેર્યો હતો તે પણ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો હતો. જ્યારે તેણીની બુટ્ટી બિર્ધીચંદ ઘનશ્યામદાસ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. તેણે ખૂબ જ હળવો મેકઅપ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે. દીપિકા પાદુકોણ કાન્સની 75મી આવૃત્તિમાં 8 સભ્યોની જ્યુરીમાં સામેલ હતી. દીપિકા પાદુકોણ લગભગ દરરોજ કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળી હતી. હવે તે જલ્દી જ ફ્રાન્સથી ભારત પહોચશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.