દીપિકા પાદુકોણ રૂપિયા જોઇને વિજય માલ્યાના દીકરા સાથે પ્રેમ કરવાની કરી બેઠી ભૂલ અને પછી…

રંગીન દેખાતી બોલિવૂડની દુનિયામાં હંમેશા રહસ્યો છુપાયેલા રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે, બોલીવૂડમાં જેટલા જલ્દી નવા સબંધો બને છે તેના કરતા પણ જલ્દી સબંધો તૂટી જતા હોય છે. પ્રેમ સંબંધ અને બ્રેકઅપની ચર્ચાઓ બોલીવૂડ સ્ટાર્સ એક સામાન્ય બાબત મને છે. ઘણા એવા પણ સ્ટાર્સ છે જે હમેશા કામથી નહિ પરંતુ બીજા કારણથી ચર્ચામાં આવતા હોય છે.

આવી સ્થિતિમાં આજે તમને બોલિવૂડની ટોચની અને વધારે જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ અને વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાની લવ સ્ટોરી અને બ્રેકઅપ સુધીની બાબતો જણાવવા જઈ રહ્યા છીએ. જાણવા મળ્યું છે કે, એક સમય એવો હતો જ્યારે દીપિકા અને સિદ્ધાર્થ એક બીજાના પ્રેમમાં પાગલ હતા.

તમને જણાવી દઈએ કે દીપિકા અને સિદ્ધાર્થ ઘણીવાર સાથે જોવા મળતા હતા. તે હમેશા એવોર્ડ ફંક્શનમાં જોવા મળતા હતા. આવી સ્થિતિમાં બધા ચાહકો એવું વિચારતા હતા કે તે પ્રેમમાં વધારે ગંભીર છે. જયારે કેટલાક લોક એવા દાવા પણ કરતા હતા કે, બંને ભવિષ્યમાં લગ્ન જીવનમાં પણ જોડાશે. પરંતુ અચાનક તેમના બ્રેકઅપના સમાચારોએ ચાહકોને હચમચાવી નાખ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે, રણબીર કપૂર સાથેના પ્રેમ પછી બ્રેકઅપ થયું હતું. આ પછી દીપિકા સિદ્ધાર્થ માલ્યાની નજીક આવી ગઈ હતી. દીપિકાએ જ્યારે બોલિવૂડમાં પ્રવેશ કર્યો ત્યારે રણબીર કપૂર સાથે તેનું અફેર ચાલતું હતું. આ તેમની લવ સ્ટોરી ઘણા વર્ષો સુધી ચાલતી રહી. પરંતુ એક ક્ષણ એવો આવ્યો કે બંને એકબીજાથી હમેશા માટે અલગ થઇ ગયા.

આ પછી થોડા સમયમાં દીપિકાના જીવનમાં સિદ્ધાર્થ માલ્યા આવી ગયા હતા. સિદ્ધાર્થ ઉદાસ દીપિકાને સાથ આપવા લાગ્યા હતા. તેમની મિત્રતા ખુબ જ ટૂંક સમયમાં પ્રેમમાં ફરીવરી હતી. ઘણા મીડિયાની સામે દીપિકાએ સિદ્ધાર્થ સાથેના સંબંધનો પણ સ્વીકાર કર્યો હતો. તેમના પ્રેમની ચર્ચાઓ ચારેબાજુ જોવા મળી રહી હતી.

પરંતુ અચાનક દીપિકા સિદ્ધાર્થ માલ્યાથી દૂર થવા લાગી હતી. તેમના પ્રેમમાં બ્રેક લાગી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ સમયે સિદ્ધાર્થના પિતા કરોડો રૂપિયા સાથે દેશને છોડીને ભાગી ગયા હતા. આવી સ્થિતિમાં સિદ્ધાર્થે કહ્યું હતું કે, જ્યારે હું મુશ્કેલીના સમયમાં હતો ત્યારે દીપિકાએ મારો સાથ આપ્યો ન હતો.

સિદ્ધાર્થે વધુમાં એવું પણ કહયું હતું કે, તે હંમેશા તેને મોંઘી ગિફ્ટ્સ આપતો હતો. પરંતુ હવે દીપિકા તેને ભૂલી ગઈ છે. જયારે દીપિકાએ બ્રેકઅપ વિશે એક અલગ જ કહ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે મેં આ સંબંધને બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ, સિદ્ધાર્થનો સ્વભાવ ખૂબ વિચિત્ર બની રહ્યો હતો. આવી સ્થિતિમાં આ સંબંધથી પોતે દૂર થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *