દીપિકા પાદુકોણ(Deepika Padukone) કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં પોતાના નવા લૂક સાથે દુનિયાભરના ચાહકોને આશ્ચર્યમાં મૂકી રહી છે. દરેક વ્યક્તિ તેની સુંદરતા અને ફેશન(Fashion) સેન્સના વખાણ કરવા માટે મજબૂર થઈ રહી છે. કાન્સના 7મા દિવસે રેડ કાર્પેટ પર દીપિકાએ પોતાના લેટેસ્ટ લુકથી દરેકના દિલ જીતી લીધા હતા.
દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 7મા દિવસે બ્લેક બોડીકોન ગાઉન ડ્રેસ પસંદ કર્યો. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર અને અદભૂત લાગી રહી છે.
દીપિકા પાદુકોણે મોટી ઈયરિંગ્સ પહેરી છે. તેણે પોતાની આંગળીઓમાં ઘણી વીંટી પહેરી છે. તેનું ગાઉન સંપૂર્ણપણે ફ્લોરને સ્પર્શતું જોવા મળે છે.
દીપિકા પાદુકોણે પાર્ટ-શિમર ડ્રેસમાં રેડ કાર્પેટ પર ધૂમ મચાવી હતી. દીપિકાનો આ લુક જોઈને તમને ફિલ્મ કોકટેલની ‘વેરોનિકા’ યાદ આવી જશે.
દીપિકાએ ફિલ્મ ‘કોકટેલ’માં શાનદાર છોકરી વેરોનિકાની ભૂમિકા ભજવી હતી. તેણે રેડ કાર્પેટ પર તેની આંતરિક વેરોનિકાને પણ ફ્લોન્ટ કરી હતી.
દીપિકા પાદુકોણનો આત્મવિશ્વાસ, તેના વાળ અને મેસી દેખાવ જોઈને તમે આપોઆપ ‘કોકટેલ’નું ‘જુગની’ ગીત ગાવાનું શરૂ કરી દેશો.
દીપિકા પાદુકોણે પણ તેની ઈન્સ્ટા સ્ટોરી પર આ તસવીરો શેર કરી છે. દીપિકાનો આ આઉટફિટ પણ લૂઈસ વિટનથી જ ડિઝાઈન કરવામાં આવ્યો છે. તે કાન્સમાં ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.