પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવાના આક્ષેપ સહિત ધરપકડ કરવામાં આવી છે ત્યારે હાલમાં આવા જ અન્ય એક સમાચાર સામે આવ્યા છે. બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘Return of Xander Cage’ માં કામ કરનાર અભિનેતા ક્રિસ વુની હાલમાં જ ધરપકડ કરવામાં આવી છે.
ક્રિસ વુ પર 20 થી પણ વધારે મહિલાઓ પર બળાત્કાર કરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. હકીકતમાં, ગયા મહિને ક્રિસ પર 18 વર્ષીય ચીની વિદ્યાર્થીએ બળજબરી કરવાનો આક્ષેપ મુકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ ચીની મીડિયાને કહ્યું હતું કે, ક્રિસે તેને દારૂ પીધા પછી સંભોગ કરવાની લાલચ આપી હતી.
પીડિતાએ જણાવ્યું હતું કે, ‘ક્રિસ વુની ટીમે તેને મ્યુઝિક વીડિયોમાં લેવા માટે લાલચ આપીને ઘરે બોલાવવામાં આવી હતી. આટલું જ નહીં, પીડિતાએ જણાવ્યું હતું કે, અન્ય 7 મહિલાઓએ પણ તેને જણાવ્યું હતું કે, ક્રિસ વુએ પણ તેના પર બળાત્કાર કર્યો છે.
ક્રિસ વુ પર આરોપ લગાવ્યા પછી 24 અન્ય મહિલાઓ પણ આગળ આવી છે. તેણે પોપ સ્ટાર પર ગેર વર્તન તથા બળાત્કારનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. હવે આ કેસમાં અભિનેતાને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આની સાથે જ બેઇજિંગમાં પોલીસ અધિકારીઓ જણાવે છે કે, પોપ સ્ટાર પર કડક કાર્યવાહી ઓનલાઇન આરોપો પર કેન્દ્રિત રહેલી છે.
30 વર્ષીય પોપ સ્ટાર ક્રિસ વુએ યુવતીઓ સાથે સંભોગ માણવા માટે ઘણીવાર છેતરપિંડી કરી હતી. વકીલોનું જણાવવું છે કે, જો આરોપ નક્કી થાય છે તો ક્રિસ વુએ ચીનમાં તેની સજા ભોગવવી પડશે. જો દોષિત સાબિત થાય તો અભિનેતાને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. વળી, તેની સજા પૂર્ણ થયા પછી તેને કેનેડામાં પ્રત્યાર્પિત કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.