ડીસા વાડીરોડ વિસ્તારમાં ભેરાજી લુહાર નામનો યુવાન ખુલ્લી ગટરમાં ડૂબી જવાથી, વહેલી સવારે મૃતદેહ નાળામાંથી મળી આવ્યો હતો.
ઘટનાની વિગત વાર વાત જાણીએ તો, ડીસા વિસ્તારમાં આવેલ વાડીરોડ વિસ્તારમાં ખુલી ગટરો જોવા મળે છે, આ જ ગટરએ યુવાનનો ભોગ લીધો છે. ભેરાજી લુહાર નામનો યુવક ઉંમર 30 વર્ષ રાત્રે મજુરી કામ કરીને ઘેર જતો હતો, ત્યારે ગટરની બાજુમાંથી પસાર થતા પગ લપસી જવાથી તેઓ ગટરના નાળામાં તણાઈ ગયો હતો. આ અંગે ની જાણ ડીસા નગર પાલિકા ને કરવામાં આવતા નગર પાલિકાનો સ્ટાફ ધટના સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. વહેલી સવારે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
ત્રિશુલ ન્યુઝના સંવાદદાતા હિતેશ સોનાગરાની સ્થાનીકો સાથે વાતચિતમાં સ્થાનિકોએ સ્થાનિક ડીસા નગર પાલિકા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. લોકો આ ધટના અંગે ડીસા નગર પાલિકાને જવાબદાર ઠેરવી રહ્યા છે, આ વિસ્તારમાં ખુલ્લી ગટરો અને ઠેર ઠેર ખાડાની સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનીકો ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ દ્વારા નગર પાલિકામાં કેટલીય વખત રજુઆત કરવા છતાં આ ખુલી ગટરોનું કામ થતું નથી, ખાલી દિલાસા જ આપે છે કામ કરતા નથી.
સવાલ ઍ ઉભો થાય છે કે ભુગર્ભ ગટર યોજનાનું કામ ચાલું છે, છતાં આ ગટરો ખુલી કેમ?
મૃતકના પરિવારની વાત કરીએ તો તેમની માતા પુત્રના મોતના આઘાતમાં બેભાન થઇ જતા તેમને પણ હોસ્પિટલ લઇ જવાયા હતા. મૃતક અને તેની માતા એકલા ઘરમાં રહેતા હતા, અને તે ટલી ગરીબ પરિસ્થિતિમાં રહે છે કે તેમની પાસે એક મોબાઈલ ફોન પણ નથી, જેનાથી તેઓ પોતાના સબંધીઓને પણ આ ઘટના અંગે જાણ કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP