નોકરીમાંથી કાઢી મૂક્યાનું લાગી આવતા ડ્રાઈવરે સરપંચને ટ્રેક્ટરનાં ટાયર નીચે કચડી મોતને ઘાટ ઉતારી દીધા

રાજ્યમાં જાહેરમાં જ મોતને ઘાટ ઉતારી દીધા હોય એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ડીસા તાલુકામાં આવેલ મુડેઠા ગામમાં યુવાન સરપંચ કાંતિજી તલજી રાઠોડને એક વ્યક્તિએ ટ્રેકટરથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી મચી જવા પામી હતી.

અહીં નોંધનીય છે કે, આ દૂર્ઘટનાની પાછળ ડ્રાઇવરની નોકરીમાંથી છૂટા કરવાથી થયેલ મનદુખ કારણભૂત માનવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાની સાથે જ ભીલડી પોલીસનો કાફલો ગામમાં પહોંચી ગયો હતો. આની સાથે જ ગામમાં ચાંપતો બદોબસ્ત ગોઠવી દઈને આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. મુડેઠા દુદાણી પાર્ટીના ઇશ્વરજી શાંતિજી રાઠોડ પહેલા ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડના ત્યાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.

સરપંચ પર ટ્રેક્ટર ચઢાવીને કચડી નાખ્યા:
મળી રહેલ જાણકારી મુજબ, મુડેઠા દુદાણી પાર્ટીના ઇશ્વરજી શાંતિજી રાઠોડ પહેલા ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડને ત્યાં ડ્રાઇવર તરીકેની નોકરી કરી રહ્યા હતા. ત્યારપછી કોઇ કારણોસર તેમને છૂટા કરવામાં આવ્યા હતા કે, જેને લીધે મનદુ:ખ થતા શનિવારની સાંજે રતનપુરાના ક્રોસિંગ નજીક ચરખીવાળા ટ્રેક્ટરથી સરપંચ કાંતિજીને જાનથી મારી નાખવાના ઈરાદે કારને આગળના ભાગે ટક્કર મારી હતી.

ગામમાં યુવાન સરપંચ કાંતિજી તલજી રાઠોડને એક વ્યક્તિએ ટ્રેકટરથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દેતા ઉશ્કેરાટ ફેલાયો હતો. અહીં નોંધનીય છે કે, આ દૂર્ઘટના પાછળ ડ્રાઇવર નોકરીમાંથી છૂટા કરવાથી થયેલ મનદુખ કારણભૂત માનવામાં આવી રહ્યું છે.

અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા:
મૃતક સરપંચ કાંન્તિજીના મૃતદેહનું ડીસાની સિવિલ હોસ્પિટલમાં પેનલ તબીબો પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને મૃતદેહ સોપી દેવામા આવ્યો હતો કે. જ્યારે સરપંચના મોતથી આખા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો. તેમની અંતિમ યાત્રામાં ખુબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આની સાથે જ ગામમાં અનિશ્વિત બનાવ ન બને તે માટે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *