કોરોના મહામારીમાં તેમજ દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે સિદ્ધપુર માતૃગયા તીર્થ(Siddhpur Matrugaya Tirth)ના તીર્થ ગોર મંડળ દ્વારા 100 થી વધુ BSF ના જવાનોએ એક સાથે તર્પણ કર્યું હતું. એટલું જ નહીં, મોક્ષ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ગુજરાત GIDC ના ચેરમેન બલવંતસિંહ રાજપુર(Balwant Singh Rajpur) દ્વારા સિદ્ધપુરમાં આવેલ BSF જવાનોની સાઇકલ યાત્રાનું ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીમાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
BSF જવાનો દ્વારા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ફીટ ઇન્ડીયા મુવમેન્ટને સમર્થન આપવા માટે દેશભરમાં સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા કાલે સાંજે બનાસકાંઠાથી સિદ્ધપુરમાં આવી ગઈ હતી. ગુજરાત GIDC ના ચેરમેન બલવંતસિંહ રાજપુર દ્વારા ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીમાં પહોંચતા તેમનું ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને BSF બટાલિયનનું રાત્રી રોકાણનું તમામ આયોજન પણ કરવામાં આવ્યું હતું.
જયારે BSF જવાનોની જમ્મુ-કાશ્મીરથી દાંડી જતી આ સાઇકલ યાત્રાને આજે વહેલી સવારે-7.00 વાગે દાંતીવાડા BSF કેમ્પસ ખાતેથી 93 બટાલીયનના કમાન્ડન્ટ દલબીરસિંહ અહલાવત અને 109 બટાલીયનના કમાન્ડન્ટ એ. કે. તિવારી સહીત સીમા સુરક્ષા દળના અન્ય જવાનોએ પણ ફ્લેગ ઓફ કરી સિદ્ધપુરના માતૃગયા તીર્થ બિંદુસરોવરમાં પહોચી ગયા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરી બિન્દુસરોવરમાં તર્પણ વિધિ સિદ્ધપુર માતૃગયા તીર્થ ગોર મંડળ દ્વારા કરવામાં આવી હતી.
BSF ના ઓફિસર રાજીવકુમારે જણાવ્યું હતું કે, સિદ્ધપુર માતૃગયા તીર્થના તીર્થ ગોર મંડળ દ્વારા કોરોના મહામારીમાં તેમજ દેશની રક્ષા કરવા બદલ શહિદ થયેલ સૈનિકોના આત્માની શાંતિ માટે 100 વધુ BSF ના જવાનોએ એક સાથે માતૃગયા તીર્થ બિંદુસરોવરમાં તર્પણ કર્યું હતું અને મોક્ષ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ બાદ રાષ્ટ્રગીતનું ગાન પણ કર્યું હતું. ત્યારબાદ આ સાઇકલ રેલી ઊંઝા જવા માટે પ્રસ્થાન કર્યું હતું. જોકે આ સાઇકલ યાત્રા જમ્મુ-કાશ્મીરથી નિકળેલી આગામી 2 ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મદિવસે દાંડી પહોંચશે તેવું પણ જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.