કોરોના સંકટ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય નેતાગીરીએ રાજ્યની નેતાગીરીમાં મોટો ફેરફાર કર્યો છે. મનોજ તિવારીને દિલ્હી ભાજપ અધ્યક્ષ પદ પરથી હટાવવામાં આવ્યા છે. હવે, આદેશ કુમાર ગુપ્તાને તેમની જગ્યાએ દિલ્હી ભાજપની કમાન સોંપવામાં આવી છે. આ સંદર્ભમાં પાર્ટીના મહાસચિવ અરૂણસિંહે સત્તાવાર પત્ર જારી કર્યો છે.
આ ઉપરાંત છત્તીસગઢના ભાજપ અધ્યક્ષને પણ હટાવવામાં આવ્યા છે. તેમની જગ્યાએ વિષ્ણુદેવ સાંઈને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે. મણિપુરમાં નવા પ્રદેશ પ્રમુખની પણ નિમણૂક કરવામાં આવી છે. હવે મણિપુર બીજેપીની કમાન એસ.ટિકેન્દ્ર સિંહના હાથમાં આપવામાં આવી છે. ત્રણ પ્રદેશ અધ્યક્ષોના ફેરફાર રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની સૂચનાથી કરવામાં આવી હતી.
આ પરિવર્તન કેમ થયું?
દિલ્હી અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીમાં ભાજપને આમ આદમી પાર્ટીના હાથમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે છત્તીસગધમાં કોંગ્રેસે ભાજપને પરાજિત કરી હતી. આ પછી બંને રાજ્યોના ભાજપના વડાઓને હટાવવામાં આવ્યા છે.
Adesh Kumar Gupta replaces Manoj Tiwari as Delhi BJP President pic.twitter.com/Ek6oVGYhak
— ANI (@ANI) June 2, 2020
ગઇકાલે જ દિલ્હી પોલીસે મનોજ તિવારીની કરી હતી ધરપકડ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મનોજ તિવારી લૉકડાઉન તોડીને પોતાના સમર્થકો સાથે દિલ્હીના રાજઘાટ પર પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. સોમવારે રાજઘાટ પર પ્રદર્શન માટે પહોંચેલા મનોજ તિવારીને પોલીસે અટકાયત કરી હતી. લૉકડાઉનના નિયમોના ઉલ્લંઘન માટે મનોજ તિવારીની અટકાયત કરાઇ હતી.
મનોજ તિવારી અને આદેશ કુમાર ગુપ્તા
હવે ગુજરાતનો વારો?
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જીતુભાઈ વાઘાણીના સ્થાને નવા પ્રમુખને નીમવા માટેની તજવીજ હાથ ધરાઈ હતી. જેના માટે સેન્સની પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી પરંતુ કોરોના મહામારીના કારણે આ બદલાવ થઇ શક્યો નહોતો. પરંતુ દિલ્હી સહિતના નેતૃત્વ પરિવર્તન બાદ હવે ગુજરાતમાં પણ નેતૃત્વ પરિવર્તન બાબતે ફરીથી ચર્ચાઓનો દોર શરુ થઇ ગયો છે.
ભાજપ હાઈકમાન્ડના સુત્રોનું માનીએ તો ગુજરાતમાં આવનારા દિવાળીના સમય બાદ મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ આવી શકે છે. જેને ધ્યાનમાં લઈને ગુજરાતની કમાન હવે પાટીદાર નેતાના હાથમાંથી લઈને OBC નેતાના હાથમાં જઈ શકે છે. અને જીતું વાઘાણીને ગૃહ મંત્રાલય સોંપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજા કેન્સરથી પીડાઈ રહ્યા છે. તેમના સ્વાસ્થ્યને જોતા તેમણે નિવૃત્તિ આપવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news