ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી(AAP) ખુબ જ એક્ટીવ થઈ ગઈ છે અને અમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) દર અઠવાડિયે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે કાલે એટલે કે 22 અને 23 ઓગસ્ટના રોજ પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાછે. ઉલ્લેખનીય છે કે, આ વખતે તેમની સાથે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા(Manish Sisodia) પણ આવવાના છે.
તાજેતરમાં જ શરાબ આબકારી નીતિ અંગે મનીષ સિસોદિયાના ઘરે CBIના દરોડા પડ્યા હતા. ત્યારે આ ગુજરાત પ્રવાસ દરમિયાન તેમના પર હુમલો થઈ શકે છે તેવી શક્યતાઓને લઈને બંને નેતાઓની કડક સુરક્ષા માટે રાજ્યના પોલીસ વડાને આજે બપોરે રજૂઆત કરવામાં આવશે.
કડક બંદોબસ્ત ગોઠવવા રાજ્ય પોલીસ વડાને આવેદન પત્ર આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના જણાવ્યા મુજબ તેઓને અંગત સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના ઉપર હુમલો થઈ શકે છે. જેથી તેમની યોગ્ય અને કડક સુરક્ષા વ્યવસ્થા માટે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર 50 જેટલા વકીલો સાથે મળીને આજે ગાંધીનગર ખાતે ગુજરાતના DGPને અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા માટે સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવે તે માટે ગાંધીનગરના ડીજીપી, અમદાવાદ પોલીસ કમિશનર, હિંમતનગર એસપી , ભાવનગર એસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે.
આવતીકાલથી મનીષ સિસોદીયા અને અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે:
જણાવી દઈએ કે, અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા એક પ્રેસ-કોન્ફરન્સમાં ભાગ લેશે ત્યારબાદ તેઓ હિંમતનગર જવા માટે રવાના થશે. જ્યાં હિંમતનગરમાં એક ટાઉનહોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતા માટે એક વધુ એક ગેરંટીની જાહેરાત કરી શકે છે. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ તથા મનીષ સિસોદિયા દ્વારા 23 ઓગસ્ટના રોજ ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંવાદ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.