અમદાવાદ: AAPના 7000થી વધારે કાર્યકર્તાઓએ કેજરીવાલની હાજરીમાં લીધા શપથ- આ દ્રશ્યો જોઇને ભાજપની ઊંઘ થઇ હરામ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર મીડિયાને સંબોધતા કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને તે 24 કલાક પૂરી પાડવામાં આવે છે, જો આપણે દિલ્હીમાં મફત વીજળી આપી શકીએ તો ગુજરાતમાં પણ આપી શકીએ છીએ. પંજાબ રાજ્યમાં પણ 1 જુલાઈથી વીજળી મફત થઈ ગઈ છે. દિલ્હી મોડલ જોવા આવેલા ગુજરાતમાંથી ભાજપ(BJP)ના દિલ્હી મોડલના કોઈ કામમાં કોઈ ખામી જોવા મળી ન હતી. ત્યાર પછી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની શપથવિધિમાં હાજરી આપવા રવાના થયા હતા.

‘આપ’ણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે- અમદાવાદમાં કેજરીવાલનો હુંકાર

‘આપ’ણે વિપક્ષમાં નથી બેસવાનું પણ સરકાર બનાવવાની છે- અમદાવાદમાં કેજરીવાલનો હુંકાર

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી સંદીપ પાઠકે કહ્યું હતું કે, ભાજપ એમ કહે છે કે એમના પાસે પેજ પ્રમુખો સુધીનું સંગઠન છે પરંતુ હું દાવા સાથે કહું છું કે આ બહુ મોટું જૂઠ છે. આજે ભાજપ આમ આદમી પાર્ટીના વિશાળ સંગઠન થી ડરી ગયું છે એટલા માટે જ આપણા કાર્યકર્તાઓ સાથે મારપીટ કરી રહી છે અને આમ આદમી પાર્ટીને દબાવવાની કોશિશ કરી રહી છે, પણ હવે થી ‘આપ’ કાર્યકર્તા માર નહિ ખાય. કારણ કે જનતા આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ના સમર્થન માં ઉભી છે.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ શપથ ગ્રહણ સમારોહ ને સંબોધતા કહ્યું કે, ભાજપ ના નેતા હવે એટલા ડરી ગયા છે કે તેમને સપનામાં હવે કેજરીવાલ આવે છે. ભાજપ તેમના ઈશારે આમ આદમી પાર્ટીના દરેક જન આંદોલન માં કાર્યકર્તાઓની અટકાયત કરાવે છે. પરંતુ આમ આદમી પાર્ટી ની ઈમાનદારી ક્યારેય ઝૂકી નથી કે ના ક્યારેય ઝુકશે.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ શપથ ગ્રહણ સમારોહ ને સંબોધતા કહ્યું કે, આજે જ્યારે શપથ લઈને અહીંથી આમ આદમી પાર્ટીના 7500 થી વધારે કાર્યકર્તાઓ બહાર જશે ત્યારે તે કોઈ સાધારણ વ્યક્તિ નહિ હોય પરંતુ પોતે અરવિંદ કેજરીવાલ બનીને બહાર નીકળશે. આપણે બધા એ કેજરીવાલ જી જેવું કટ્ટર ઈમાનદાર અને દેશભક્ત વ્યક્તિ બનવાનું છે જે હંમેશા જનસેવા માટે અગ્રેસર હોય.

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ શપથ ગ્રહણ સમારોહ ને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી ના દરેક કાર્યકર્તા એ કેજરીવાલ જી ના વિચારો ને સ્વીકૃત કરીને ચાલવાનું છે. તો જ આપણે ગુજરાત ને ભ્રષ્ટાચારી ભાજપ થી આઝાદ કરાવી શકશું. જનતા ને કોઈ પણ પ્રકારના દબાણ માંથી મુક્ત કરીને આમ આદમી પાર્ટી ની જનસેવા વિશે જણાવવાનું છે. આમ આદમી પાર્ટી એ ક્યારેય હાર માની નથી અને તે ક્યારેય માનશે પણ નહિ.

શપથ ગ્રહણ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા નિમાયેલા 7500 થી વધારે નવા હોદ્દેદારોએ ગુજરાતની ભૂમિ ને સાક્ષી માનીને; ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા, ગુજરાતના તમામ યુવાનોને રોજગારી આપવા, ગુજરાતમાં સારું શિક્ષણ અને આરોગ્ય લાવવા માટે, ગુજરાતના ખેડૂતોના હક્કો માટે,ગુજરાતના આદિવાસીઓના સન્માન માટે, ગુજરાત ને ફ્રી વીજળી જેવી સુવિધાઓ આપવા માટે, ગુજરાતના તમામ લોકોને સમૃદ્ધ અને સુખી બનાવવા, ગુજરાતમાં પરિવર્તન લાવવા, ગુજરાતને ફરી એકવાર મહાન બનાવવા દિવસ રાત મહેનત કરી સાચા હૃદયથી જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જય ના નારા સાથે શપથ લીધી.

આમ આદમી પાર્ટીના નવનિયુક્ત 7500 થી વધારે હોદ્દેદારોના શપથ ગ્રહણ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય કિશોરભાઈ દેસાઈ, મહામંત્રી મનોજ સોરઠીયા પણ હાજર રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *